બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / LocalCircles Survey Found 67% Indians Want Free N95 Masks, Cloth Masks Providing Near-Zero Protection From Covid-19 Omicron

ચેતી જજો / કપડાના માસ્ક પહેરતા હોય તો થઈ જજો Alert! સર્વેમાં જે સામે આવ્યું તે જાણીને ચોંકી જશો

Parth

Last Updated: 06:25 PM, 21 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસની ત્રીજી લહેરને કારણે વિશ્વ આખામાં દહેશત ફેલાઈ છે ત્યારે કોરોના સામે સૌથી મોટા હથિયાર એટલે કે માસ્કને લઈને કરવામાં આવેલ એક સર્વેમાં ચોંકવાનારા પરિણામ આવ્યા છે.

  • માસ્ક માટે કરવામાં આવેલ સર્વેમાં સામે આવ્યા ચોંકવાનરા પરિણામ 
  • ભારતમાં દર ત્રણમાંથી બે વ્યક્તિ પહેરે છે કાપડના માસ્ક, જે નકામા 
  • મોટા ભાગની પ્રજાએ કહ્યું, સરકાર મફતમાં આપે N-95 માસ્ક 

માસ્કને લઈને કરવામાં આવેલા સર્વેમાં ભારતના 307 જીલ્લામાં રહેતા 18,500 વ્યક્તિઓ પર કરવામાં આવ્યું હતું જેમાં 65% પુરુષ તથા 35% મહિલાઓએ જવાબ આપ્યા છે. 

સર્વેમાં સામે આવ્યા ચોંકવાનારા પરિણામ
ભારતમાં માસ્કની અનિવાર્યતાને સમજવા તથા તેના વપરાશ પર કરવામાં આવેલ એક સર્વેમાં ચકિત કરી દે તેવા પરિણામ સામે આવ્યા છે. સામે આવ્યું છે કે દર ત્રણમાંથી એક ભારતીય ઘરથી બહાર નીકળતા સમયે માસ્ક લઈને નીકળતો નથી. જયારે, ત્રણમાંથી બે ભારતીય કપડાનાં માસ્કનો વપરાશ કરે છે, જેને કોરોના સંક્રમણથી બચાવ માટે ઉપયુક્ત માનવામાં નથી આવતું. 

મફતમાં આપો N95 માસ્ક: પ્રજા 
લોકલસર્કલ દ્વારા કરવામાં આવેલ આ સર્વેમાં સામે આવ્યું છે કે અમેરિકાની જેમ 67% ભારતીયોનું પણ માનવું છે કે ભારત સરકાર દ્વારા મફતમાં N95 માસ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે. સર્વેમાં આ સવાલ પર 9902 પ્રતિક્રિયાઓ મળી, જેમાં સામે આવ્યું કે સામુદાયિક સ્તર પર N95/KN95/FFP2 માસ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે.

અમેરિકાએ શરુ કર્યું અભિયાન
નોંધનીય છે કે અમેરિકામાં માસ્કની અનિવાર્યતાને જોઇને આ રીતનું અભિયાન શરું કરવામાં આવ્યું છે. સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રો પર 400 મિલિયન એન95 માસ્ક મફતમાં આપવામાં આવી રહ્યા છે . ભારતમાં આ સર્વે ત્યારે સામે આવ્યો છે જયારે PM નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરીને માસ્કની અનિવાર્યતા પર ભાર આપી રહ્યાં છે. જયારે ઘણા રાજ્ય આને લઈને દંડ પણ વધારી રહ્યાં છે. 

N-95 માસ્ક સૌથી સુરક્ષિત, કપડાંના માસ્ક નકામા
કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે વિશેષજ્ઞોનું કહેવું છે કે સંક્રમણથી બચવા માટે N-95 કે KN-95 માસ્ક જ ઉપયુક્ત છે. જ્યારે માનવામાં આવે છે કે સર્જિકલ માસ્ક કોવીડ-19 સંક્રમણ વિરુદ્ધ સીમિત સુરક્ષા જ પ્રદાન કરે છે. જયારે સૌથી ખતરનાક કપડાના માસ્ક હોય છે, જેનાથી નહીંવત સુરક્ષા પ્રાપ્ત થાય છે.

જાણો કેમ સુરક્ષિત છે એન-95 માસ્ક
લોકલસર્કલ દ્વારા ઓમિક્રોન સંક્રમણને ધ્યાનમાં રાખીને આ પરીક્ષણ કરાયેલ છે. જેનાં અંતર્ગત બે વ્યક્તિઓ (એક ઓમિક્રોન સંક્રમિત અને બીજો નબળી પ્રતિરક્ષા વાળો) ને એક જ ઘરમાં છ ફૂટની દૂરી પર રાખવામાં આવ્યા. આ પરીક્ષણમાં જોવામાં આવ્યું કે જો ઘરમાં બંને વ્યક્તિ એન-95 માસ્કનો ઉપયોગ કરે તો એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં 3 કલાકથી 24 કલાકમાં સંક્રમણ પહોચે છે. જયારે, સંક્રમિત વ્યક્તિથી એક સ્વસ્થ વ્યક્તિમાં, જો તેણે માસ્ક નથી પહેર્યું કે પછી કપડાનું માસ્ક પહેર્યું છે તો સંક્રમણ પહોંચવામાં ફક્ત બે મિનિટ લાગે છે. એવામાં સર્જિકલ માસ્કમાં નબળી પ્રતિરક્ષાવાળા વ્યક્તિમાં સંક્રમણ ફેલાતા ચાર મિનિટ લાગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

COVID-19 n95 mask કોરોના વાયરસ કોરોનાવાયરસ કોવિડ-19 coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ