બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટા સમાચાર, OBC અનામતનો રીપોર્ટ આવ્યા બાદ થશે ચૂંટણી

સંકેત / સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટા સમાચાર, OBC અનામતનો રીપોર્ટ આવ્યા બાદ થશે ચૂંટણી

Last Updated: 01:42 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મહત્વનાં સમાચાર મળી રહ્યા છે. ઓક્ટોમ્બર મહિના બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ શકે છે. ઘણા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ શકી નથી. ચોમાસા બાદ તરત જ રાજ્ય સરકારે ચૂંટણીની કામગીરીની તૈયારીઓ શરૂ કરવાનાં સંકેત આપ્યા છે.

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવામાં આવી નથી. ઓક્ટોમ્બર મહિના બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ શકે છે. ઘણા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ શકી નથી. રાજ્ય સરકારે ચૂંટણીની કામગીરી હાથ ધરવાનાં સંકેત આપ્યા છે. ચોમાસા બાદ રાજ્યમાં તરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. તેમજ ઓબીસી અનામતનાં મુદ્દે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ શકી નથી. સ્થાનિક સ્વરાજ્યમાં ઓબીસી અનામત મુદ્દે રિપોર્ટ આવ્યા બાદ હવે ચૂંટણી યોજાશે. ત્યારે હાલ રાજ્યમાં ઘણી બધી ગ્રામ પંચાયતો હાલ વહીવટદારથી જ ચાલી રહી છે.

OBC અનામત બિલ : ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું થઈ રહ્યું છે. ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા વિધેયક -2023 ગૃહમાં પસાર કરવામાં આવ્યું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોને બેઠકો તેમજ ચેરપર્સનની બેઠકોમાં અનામત ફાળવણી માટે સુપ્રિમ કોર્ટના દિશા-નિર્દેશ અનુસાર જસ્ટીસ ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી. આ કમિશને પોતાનો અહેવાલ રાજ્ય સરકારને રજૂ કર્યો હતો. જે અહેવાલના આધારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ગુજરાત વિધાનસભામાં ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા વિધેયક -2023 રજૂ કરાયું હતું.જે ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. જો કે, આ અનામત મુદ્દે ઈતિહાસ શું કહે છે તે જાણીએ

અનામતનો ઈતિહાસ શુ કહે છે ?

ભારત દેશમાં અનામતનો ઇતિહાસ આઝાદીથી પણ જૂનો છે. 1882 માં અંગ્રેજ શાસક વિલયમ હન્ટર અને વિખ્યાત સમાજ સુધારક જ્યોતિબા ફુલે દ્વારા પ્રથમવાર બધા જ લોકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ તેમજ અંગ્રેજ સરકારી નોકરીઓમાં અનામતની માંગણી કરવામાં આવી હતી. 1891 માં ત્રાવણકોર રજવાડા માં જાહેર સેવાઓ માટે મુળ નિવાસીઓ ની અવગણના કરી વિદેશીઓ ની ભરતી કરવાની બાબત માં આંદોલન થયેલું અને મુળ નિવાસીઓ ની અનામત માટે ની માંગણી થયેલી. વર્ષ 1901 માં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં છત્રપતિ સાહુજી મહારાજ દ્વારા ગરીબી દૂર કરવાના ઉદેશથી રાજ્ય પ્રશાસનમાં નોકરી માટે અનામત શરૂ કરવામાં આવી હતી. દલિત અને પછાત વર્ગોના કલ્યાણ માટે અનામત આપવાનો આ ભારતનો સૌથી પહેલો સરકારી આદેશ હતો. 1908 માં અંગ્રેજોએ કેટલાક સમુદાયો અને જાતિઓ ને મહદઅંશે અનામતની શરૂઆત કરી હતી.

જ્ઞાતિઓનો હિસ્સો ઓછો હતો એમના માટે અનામત આપવામાં આવી હતી.

1919 માં મોન્તાગુ ચેમ્સફોર્ડે સુધારા રજુ કર્યા. 1909 અને 1919 માં અંગ્રેજો દ્વારા વહીવટમાં જે જ્ઞાતિઓનો હિસ્સો ઓછો હતો એમના માટે અનામત આપવામાં આવી હતી. 1909 અને 1919 માં ભારત સરકારના અધિનિયમમાં અનામતનું પ્રાવધાન રાખવામાં આવ્યું. વર્ષ 1921 માં મદ્રાસ પ્રેસિડેંસી દ્વારા જ્ઞાતિના પ્રમાણપત્રો આપવામાં આવ્યા. 1933 માં બ્રિટીશ પ્રધાનમંત્રી રામસે મેકડોનાલ્ડ સાંપ્રદાયિક પુરસ્કાર પ્રસ્તુત કરી અનામત ની તરફેણ કરેલી. જેમાં મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, એન્ગલો-ઇન્ડિયન, યુરોપીયન દલિત માટે અલગ અલગ ચૂંટણી વ્યવસ્થા અંગે ની જોગવાઈ કરી હતી. વર્ષ 1935 માં ભારત સરકારના અધિનિયમમાં અનામતનું પ્રાવધાન રાખવામાં આવ્યું. વર્ષ 1942 માં ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા અનુસૂચિત જાતિઓની ઉન્નતિ માટે અખિલ ભારતીય દલિત વર્ગ મહાસંઘની સ્થાપના કરવામાં આવી. એમણે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માંગ કરી. 1946 માં કેબિનેટ મિશન દ્વારા ટકાવારી પ્રમાણે અનામતનો મુદ્દો મૂકવામાં આવ્યો હતો જેને પછી બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું. 1947 માં ડો.બાબાસાહેબ આંબેડકર ને બંધારણ ઘડનારી સમિતિ ના વડા બનાવવામાં આવ્યા. 26 જાન્યુઆરી 1950 માં બંધારણ લાગુ કરવામાં આવ્યું જેમાં રાજનીતિક પ્રતિનિધિત્વ માટે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે અલગ અલગ ચૂંટણી ક્ષેત્ર આપવામાં આવ્યા. જ્યાં સુધી ઓ.બી.સી. અનામતના ઈતિહાસને સંબંધ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની ભૂમિકા હીરોની રહી છે અને કોંગ્રેસની ભૂમિકા નકારાત્મક રહી છે.

અનુસૂચિત જનજાતિઓની યાદી બનાવી

બંધારણ સભામાં લગભગ 300 સભ્યોના 3 વર્ષના પરિશ્રમ પછી સન 1950 થી ભારતના બંધારણનો અમલ શરૂ થયો. બંધારણના આર્ટિકલ - 341 હેઠળ અનુસૂચિત જાતિઓની અને આર્ટિકલ 342 હેઠળ અનુસૂચિત જનજાતિઓની યાદીઓ 1950 માં જ ભારત સરકારે બનાવી દીધી હતી. આર્ટિકલ 340 હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી હતી કે ભારત સરકારે એક રાષ્ટ્રીય આયોગનું ગઠન કરવું અને તે આયોગ ભારત દેશમાં પ્રવાસ કરીને ઓ.બી.સી.ની યાદીઓ તૈયાર કરશે. આ કાર્ય નહેરૂ સરકારે 1952 સુધી ન કરતા તે વખતે કાયદામંત્રી રહેલા ડો. આંબેડકરે કોંગ્રેસની નહેરૂ સરકારની ઓ.બી.સી. માટેની ઉદાસીનતાને ધ્યાને લઈને તેના વિરૂદ્ધમાં નહેરૂ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. આંબેડકરજીના સતત પ્રયાસોના કારણે સન 1953 માં ભારે દબાણના કારણે કોંગ્રેસની નહેરૂ સરકારે તા.29/01/1953 ના રોજ ઓ.બી.સી.ની જાતિઓ નક્કી કરવા માટે કાકા કાલેલકરની અધ્યક્ષતામાં ઓ.બી.સી. કમિશનની રચના કરી હતી. કાકા કાલેલકર કમિશને તા.30/03/1955 ના રોજ નહેરૂ સરકારને રિપોર્ટ રજૂ કરીને ઓ.બી.સી. સમાજની 2399 જાતિઓને જાતિ આધારિત અનામત આપવા ભલામણ કરેલી. નહેરૂ ઓ.બી.સી.ને અનામત આપવા માંગતા ન હતા તેથી જાતિ આધારિત અનામત ન મળી શકે તેવું બહાનું બતાવીને કાકા કાલેલકર કમિશનનો રિપોર્ટ દફ્તરે કરી દીધેલો.

મિનિસ્ટરો રજૂ કર્યો

સન 1977 માં ઈન્દીરા ગાંધી સહિત કોંગ્રેસની હાર થતાં મોરારજી દેસાઈની સરકાર બનેલી જેમાં અટલ બિહારી બાજપેયી, એલ.કે.અડવાણી સહિત અનેક ભાજપના મહાપુરૂષો જનતા પાર્ટીના ભાગ તરીકે મોરારજી દેસાઈની સરકારમાં મિનિસ્ટરો હતા. ભાજપની ભાગીદારીવાળી મોરારજી દેસાઈની સરકારે તા. 20/12/1978 ના રોજ ભારતમાં નવેસરથી ઓ.બી.સી.ની જાતિઓની યાદી બનાવા માટે બી.પી.મંડલની અધ્યક્ષતામાં કમિશનની રચના કરી. આમ ભારતમાં ઓ.બી.સી.ના બીજા કમિશનની રચના કરવાનો યશ ભાજપની ભાગીદારીવાળી જનતા પાર્ટીની સરકારને જાય છે. આ રચના થઈ ત્યારે કેન્દ્ર સરકારમાં મોરારજી દેસાઈની કેબિનેટમાં હયાત અટલ બિહારી બાજપેયી, શ્રી એલ.કે.અડવાણી, શ્રી નાનાજી દેશમુખ વગેરે અનેક મંત્રીઓએ જોરદાર રજૂઆત કરી હતી અને આયોગનું ગઠન કર્યું હતું બી.પી.મંડલ કમિશને અહેવાલ તૈયાર કરીને તા. 31/12/1980 ના રોજ તે વખતની ઈન્દીરા ગાંધીની કોંગ્રેસની સરકારમાં રહેલા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીને રજૂ કર્યો હતો. આ કમિશને ગુજરાતની 105 સહિત ભારતની 3743 જાતિઓની યાદી બનાવીને તેની 52 ટકા વસતી નક્કી કરીને 27 ટકા અનામત આપવાની ભલામણ કરી હતી. ઈન્દીરા ગાંધીની સરકાર 1980 થી શરૂ કરી 1984 સુધી રહી ત્યાં સુધી બી.પી.મંડલ કમિશનના અહેવાલને ધૂળ ખાતો કરીને અભરાઈએ ચઢાવી દીધો હતો. આમ ફરી એક વાર ઓ.બી.સી. અનામતના વિરૂદ્ધમાં ઈન્દીરા ગાંધીની કોંગ્રેસ સરકારે નકારાત્મક ભૂમિકા ભજવી.

કમિશનના રિપોર્ટના આધારે ઓ.બી.સી.ને અનામત આપવાનું ટાળ્યું હતું

સન 1984 માં સ્વ. ઈન્દીરા ગાંધીની હત્યા થતાં રાજીવ ગાંધી ભારતના વડાપ્રધાન બનેલા. સન 1989 માં રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યાં સુધી તેમણે બી.પી.મંડલ કમિશનના રિપોર્ટના આધારે ઓ.બી.સી.ને અનામત આપવાનું ટાળ્યું હતું. ત્યારબાદ સન 1990 માં ભારતીય જનતા પાર્ટીના ટેકાવાળી વી.પી.સિંહની કેન્દ્રમાં સરકાર બનેલી. વી.પી.સિંહની સરકારે કોંગ્રેસે 10 વર્ષ સુધી અભરાઈ ઉપર ચઢાવેલો બી.પી.મંડલ કમિશનના અહેવાલની ધૂળ ખંખેરીને સૌપ્રથમ તા. 13/08/1990 ના ભારત સરકારના સરકારી ઠરાવથી ઓ.બી.સી.ને 27 ટકા અનામત આપવાનો હુકમ કર્યો હતો. ભાજપના ટેકાવાળી વી.પી.સિંહની સરકારે જ્યારે આ હુકમ કર્યો ત્યારે કોંગ્રેસ પાર્ટી વિપક્ષમાં હતી અને તેણે વી.પી.સિંહની સરકારના આ હુકમનો વિરોધ કર્યો હતો. આ હુકમની સામે જે તે વખતે વિદ્યાર્થીઓએ સમગ્ર ભારત દેશમાં અનામત વિરોધનું આંદોલન કર્યું હતું અને તેની આગેવાની કોંગ્રેસ સાથે સંકળાયેલા વિદ્યાર્થી સંગઠન એન.એસ.યુ.આઈ (NSUI) એ લીધી હતી. આ તો આપણે ભારત સરકાર હેઠળના અનામતની વાત કરી પરંતુ હવે હું ગુજરાતના આંગણે બક્ષીપંચ જાતિઓને ગુજરાત સરકારે સન 1978 થી જે અનામત આપી છે તેની વાત કરું તો આ ગૃહને ખબર પડશે કે ગુજરાતમાં પણ SEBC/OBC ના આરક્ષણના ઈતિહાસમાં હીરોની ભૂમિકા ભારતીય જનતા પાર્ટીએ ભજવી છે અને નકારાત્મક ભૂમિકા કોંગ્રેસે ભજવી છે.

એ.આર.બક્ષી કમિશનની રચના

આ રહી વિગતો, ગુજરાતની અંદર સૌપ્રથમ ગુજરાતની ઓ.બી.સી. જાતિઓને અનામત આપવા માટે તા. 20/12/1972 ના રોજ ગુજરાતમાં એ.આર.બક્ષી કમિશનની રચના થઈ. એ.આર.બક્ષી કમિશને તા. 27/02/1976 ના રોજ અહેવાલ રજૂ કરીને ગુજરાતની 82 જાતિઓને અનામત આપવા માટે ભલામણ કરી હતી. આ અહેવાલ રજૂ થયા પછી તા. 24/12/1976 થી તા. 08/04/1977 સુધી માધવસિંહ સોલંકીની સરકાર રહેલી, પરંતુ તે સરકારે ઓ.બી.સી.ને અનામત આપવાનો નિર્ણય ટાળ્યો હતો. ત્યારબાદ તા. 11/04/1977 થી તા. 17/02/1980 સુધી જનતા મોરચાની બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર બની હતી, જેમાં તે વખતના ભાજપના શ્રી કેશુભાઈ પટેલ, શ્રી મકરંદભાઈ દેસાઈ વગેરે મિનિસ્ટરો હતા. તે વખતે ભાજપના આગ્રહથી ગુજરાતની ઓ.બી.સી.ની 82 જાતિઓને તા.01/04/1978 ના ઠરાવથી અનામત આપવામાં આવ્યું હતું. આમ ગુજરાતમાં પણ સૌપ્રથમ ઓ.બી.સી.ને અનામત આપવાનો યશ ભાજપની સરકારને જાય છે. ત્યારબાદ તા. 07/06/1980 થી તા. 10/03/1985 સુધી માધવસિંહ સોલંકીની સરકાર રહેલી. આ ગાળા દરમિયાન ઓ.બી.સી. જાતિઓ માટે કોઈ પણ પગલા લેવામાં આવ્યા ન્હોતા. માધવસિંહ સોલંકી ફરી 149 બેઠકો સાથે મુખ્યપ્રધાન બનેલા અને તેમણે અગાઉની 10% અનામતમાં વધારો કરીને અનામત કરતા તેમના જ પક્ષની કોંગ્રેસ સરકારના તત્કાલિન પ્રધાનમંત્રી રાજીવગાંધીએ તેમનું રાજીનામું લઈ લીધેલું. આમ માધવસિંહ સોલંકીને ભાજપે અન્યાય ન્હોતો કર્યો, પરંતુ જે તે વખતના કોંગ્રેસ મૌડીમંડળે જ અન્યાય કર્યો હતો. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે સન 1992 માં ઈન્દ્રા સહાની વિ. ભારત સરકારનો ચુકાદો આપતાં ભારત સરકાર હેઠળના ઓ.બી.સી. અનામત માટે રસ્તો સાફ થયેલો.

1993 માં ભારત સરકાર હેઠળનું 27% અનામત અમલમાં આવેલું

આમ સન 1990 માં ભાજપના ટેકાવાળી વી.પી.સિંહની સરકાર વખતે અપાયેલ 27% અનામત સામેનો મનાઈ હુકમ ઉઠી જતાં સન 1993 માં ભારત સરકાર હેઠળનું 27% અનામત અમલમાં આવેલું. વર્ષ 1993 માં આજ વિધાનસભા ગૃહમાં જ્યારે ગુજરાત પંચાયત વિધેયક લાવવામાં આવ્યું હતું ત્યારે તે વખતે પણ અમારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રીઓ દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો માટે અનામત વધારવા માટેની માંગણી કરી હતી. ધારાસભ્ય પુષ્પદાન ગઢવીજીના શબ્દો હું આ ગૃહ સમક્ષ મુકું છું “અત્યારે અધર બેકવર્ડ ક્લાસની રાજ્યમાં 42% વસ્તી છે. જ્યારે 48% અથવા એટલી વસ્તી હોય તો એને પૂરેપૂરું પ્રતિનિધિત્વ મળે એ વાત સાથે ભાજપના મિત્રોએ ક્યારેય વિરોધ કર્યો નથી.” પાટણના ધારાસભ્ય અરવિંદકુમાર પટેલે 27% અનામતની માંગણી કરતા ગૃહ સમક્ષ કહ્યું હતું કે, “10% જગ્યાઓ અમે અનામત રાખીશું, આ તમારુ કયું ડાહપણ છે?? 10% થી વધુ તો ખરેખર ચૂંટાય જ છે અને તમે 10% ની વાત કરો છો?? અનામત આપવી હોય તો 27% આપવી જોઈએ, તો એમનું કંઈક પ્રતિનિધિત્વ વધી શકે અને તમે કંઈક આપ્યું એવું દેખાશે..” તે વખતે પણ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યના અન્ય પછાત વર્ગો માટે 27% અનામતની જ દ્રઢ માગણી કરી હતી, આ વિષય ઉપર અમારી પાર્ટીનો સંપૂર્ણપણે ટેકો હોવા છતાં કોંગ્રેસના તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની સરકારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી ને ફક્ત 10% જ અનામત આપ્યું હતું. આમ ઓ.બી.સી. અનામતનો સંબંધ છે ત્યાં સુધી મેં કહ્યું તે પ્રમાણે કોંગ્રેસનો ઈતિહાસ કલંકિત રહ્યો છે અને ભાજપનો ઈતિહાસ સુવર્ણમય રહ્યો છે. 12 ઓગસ્ટ 2005 માં મહારાષ્ટ્ર ઉચ્ચ ન્યાયાલયએ પી.એ.ઈનામદાર વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર ના કેસ માં 7 ન્યાયાધીશો ની બેંચ એ સર્વ સંમતિ થી જાહેર કર્યું કે વ્યવ્સાહિક કોલેજો અને ગ્રાન્ટેડ કોલેજો પોતાની અનામત નીતિ ચલાવી શકશે નહિ. 2005 માં 93 માં બંધારણીય સુધારા દ્વારા ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં પણ અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત આપવામાં આવી. 2006 માં સર્વોચ્ચ ન્યાયાલય ના સંવેધાનિક બેંચ દ્વારા એમ.નાગરાજ વિરુદ્ધ યુનિયન બેંક ના કેસ ના ચુકાદા માં 16 (4A) અને 16 (4B) અને અનુચ્છેદ 335 ને અનુમતિ આપી અને તેથી 2006 થી ભારત સરકાર ની શૈક્ષણિક સંસ્થાઓ માટે OBC અનામત શરુ થઇ.

પછાત વર્ગોના ફાળે બેઠકો ફાળવાયેલ

સમર્પિત આયોગ દ્વારા રજૂ કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાવાર આંકડાકીય માહિતીનું અવલોકન કરતા સમગ્ર રાજ્યની ગ્રામીણ અને શહેરી વિસ્તારની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સંસ્થાવાર હાલની 10% ની નીતિ અનુરુપ અન્ય પછાત વર્ગોના ફાળે બેઠકો ફાળવાયેલ છે, પરંતુ સમર્પિત આયોગ દ્વારા અન્ય પછાત વર્ગોને (OBC) બેઠકોની ફાળવણીની ભલામણ કરતા પેસા વિસ્તાર અને નોન-પેસા વિસ્તારમાં કેટલીક સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોની બેઠકો રદ્દ થઇ જાય છે. તેવી સંસ્થાઓમાં ગુજરાત પંચાયત અધિનિયમ-1993 ની કલમ-9, 10, 11 તથા ગુજરાત નગરપાલિકા અધિનિયમ- 1963 ની કલમ-6 તેમજ આ અધિનિયમોમાં થયેલ વખતો-વખતના સુધારા-વધારા અનુસાર અન્ય પછાત વર્ગોને (OBC) અગાઉની 10% નીતિ મુજબ ફાળવેલ આરક્ષિત બેઠકો યથાવત રાખવા કમિટી ભલામણ કરી. (મહાનગરપાલિકાઓમાં આ પ્રમાણેની પરિસ્થિતિ ઉદભવેલ નથી.) સદર ભલામણો અંગે કેબિનેટ દ્વારા નીચે મુજબનો નિર્ણય લેવામાં આવેલ છે: ગ્રામીણ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ (ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત) તેમજ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (નગરપાલિકા અને મહાનગરપાલિકા)માં અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના સમુદાયના લોકોને મળનાર હાલના પ્રતિનિધિત્વમાં સમર્પિત આયોગ દ્વારા કોઇ જ ફેરફાર કરવામાં આવેલ નથી, તે બાબતની કેબિનેટ સબ કમિટી દ્વારા નોંધ લેવામાં આવી તેમજ તે બાબતે સંમતિ દર્શાવવામાં આવી.

27% અનામતનો મુદ્દો

ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તેમજ ગ્રામ પંચાયતોમાં, શિડ્યુલ (અનુસૂચિત) વિસ્તારો અને પેસા એક્ટની જોગવાઈઓ લાગુ પડે છે તે સિવાયના વિસ્તારોમાં વોર્ડ/બેઠક માટે અને હોદ્દાઓ (પ્રમુખશ્રીઓ/સરપંચશ્રીઓ) અન્ય પછાત વર્ગ (ઓ.બી.સી.) માટે 27% અનામત (અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે બેઠકો હોદ્દાઓ 50% ની મર્યાદામાં) રાખવા માટે કમિટીની ભલામણ છે તેમજ તે બાબતે સંમતિ દર્શાવવામાં આવી. શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા વિસ્તારોમાં પણ વોર્ડ/બેઠક અને હોદ્દાઓ માટે (પ્રમુખશ્રીઓ/મેયરશ્રીઓ) માટે અન્ય પછાત વર્ગ (OBC) માટે 27% અનામત (અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે બેઠકો/ હોદ્દાઓ 50% ની મર્યાદામાં) માટે કેબિનેટ નિર્ણય કરે છે.

પછાત વર્ગોની બેઠકો ઘટી

બિન અનુસૂચિત વિસ્તારોની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અનુસૂચિત જનજાતિને (ST) અનુસૂચિત વિસ્તાર/પેસા એક્ટની જોગવાઇઓ મુજબ અનામત બેઠકો ફાળવવામાં આવેલ છે. જેમાં હાલની સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિ (ST) માટે જે પ્રતિનિધિત્વ સંસ્થાવાર અમલમાં છે, તેનો અમલ યથાવત રાખવા કેબિનેટ નિર્ણય કરે છે. સમર્પિત આયોગ દ્રારા અન્ય પછાત વર્ગોની (OBC) બેઠકોની ફાળવણીની ભલામણ કરતા પેસા વિસ્તાર અને નોન પેસા વિસ્તારમાં જે સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોની બેઠકો ઘટી જાય છે કે રદ થઇ જાય છે તેવી સંસ્થાઓમાં ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની કલમ-9, 10, 11, 51, 63 અને 77 અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, 1949 ની કલમ-5 તેમજ ગુજરાત નગરપલિકા અધિનિયમ, 1963 ની કલમ-6 તેમજ આ અધિનિયમોમાં થયેલ વખતો વખતના સુધારા વધારા અનુસાર અન્ય પછાત વર્ગોને (OBC) અગાઉની 10% નીતિ મુજબ ફાળવેલ આરક્ષિત બેઠકો અને હોદ્દાઓ યથાવત રાખવા કેબિનેટ નિર્ણય કરે છે. (મહાનગરપાલિકાઓમાં આ પ્રમાણેની પરિસ્થિતિ ઉદભવેલ નથી.)

ઝવેરી કમિશનની ભલામણો

કેબિનેટ દ્વારા લેવાયેલ ઉપર મુજબના નિર્ણય અન્વયે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોની બેઠકો / હોદાઓ સંદર્ભે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, 1949, ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963 અને ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની સંબંધિત કલમોમાં સુધારાઓ કરવાના થાય છે. આ વિધેયક લાવવાનો ઉદેશ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોની બેઠકો અને હોદ્દા માટે જરૂરી જોગવાઇઓ કરવા માટે સંબંધિત અધિનિયમોમાં તેને સંલગ્ન જોગવાઇમાં સુધારા કરવા જરૂરી છે. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, 1949 ની કલમ-5, ગુજરાત નગરપાલિકા અધિનિયમ-1963 ની કલમ-6 અને ગુજરાત પંચાયત અધિનિયમ-1993 ની કલમ 9,10,11,51,63 અને 77 માં પ્રવર્તમાન જોગવાઇને બદલે ઝવેરી કમિશનની ભલામણો મુજબની અન્ય પછાત વર્ગો માટે અનામતની જોગવાઇ કરવા માટે સુધારા કરવા જરૂરી છે.

વધુ વાંચોઃ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, રાજકોટ અગ્નિકાંડથી લઈને સ્માર્ટ મીટર અંગે કરવામાં આવી ચર્ચા

અનામત આપવા પરામર્શ કર્યો હતો અને

સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગોની બેઠકો અને હોદ્દાઓ માટે 27 ટકા અનામત આપવા અમારી સરકાર પ્રતિબધ્ધ છે. ઝવેરી કમિશને ગુજરાતના તમામ રાજકીય પક્ષ, પંચાયતોના પદાધિકારીઓ, પ્રતિષ્ઠિત આગેવાનો વગેરે સાથે અન્ય પછાત વર્ગોને અનામત આપવા પરામર્શ કર્યો હતો અને તમામે એક સુરે આ વર્ગને 27 ટકા અનામત આપવી જોઇએ તેવી રજુઆત કરવામાં આવી હતી. રાજય સરકારે પુખ્ત વિચારણાને અંતે આ વર્ગોને 27 ટકા અનામત આપવા કટીબધ્ધતા બતાવી છે. આમ, પ્રસ્તુત વિધેયકથી, ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, 1949, ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963 અને ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની અમુક જોગવાઇઓ સુધારવાની થઈ છે. જે અધિનિયમોમાં સમાવિષ્ટ, અમુક બાબતે સંબંધમાં એકરૂપતા લાવી શકાય તેમજ સ્થાનિક મંડળોનો વહીવટ પણ સરળતાપૂર્વક ચલાવી શકાય. જે અન્વયે બિલ THE GUJARAT LOCAL AUTHORITIES LAWS (AMENDMENT) BILL, 2023 વિધાનસભા ગૃહ સમક્ષ પસાપ કરાયું છે

સંકળાયેલા મુદ્દાઓ

Local Self-Government Elections Gram Panchayats State Government
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ