ભાજપને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફટકો પડી શકે છે. આ વખતે ભાજપના 200થી વધુ કાર્યકરો BTPમાં જોડાયા છે.
ભરૂચમાં BTPની આક્રમક ઇનિંગ
ભાજપના 200 કાર્યકર્તાઓ BTPમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પડી શકે ફટકો
ચૂંટણી અગાઉ ભરૂચમાં BTPની આક્રમક ઇનિંગ શરૂ થઈ ગઈ છે. ભાજપના 200થી વધુ કાર્યકર્તાઓ BTPમાં જોડાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને પડી ફટકો શકે છે. છોટુ વસાવાએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું છે. અનેક ગામના સરપંચો BTPમાં જોડાયા છે.
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
21 ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકાઓ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન થશે. જ્યારે જૂનાગઢની બે બેઠક પર પણ ચૂંટણી થશે.