બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Local Body Elections Result 2021 live updates
Kavan
Last Updated: 08:45 PM, 2 March 2021
ADVERTISEMENT
જાણો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્યાં કોની જીત?
ADVERTISEMENT
જાણો 81 નગરપાલિકાની ચૂંટણીમાં ક્યાં કોની જીત?
News Updates:
બગસરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. નગરપાલિકાની 20 બેઠકો ઉપર ભાજપની જીત નોંધાઈ છે. તો 8 બેઠકોમાં કોંગ્રેસનો વિજય થયો છે. બગસરા નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતિ પ્રાપ્ત થઈ છે.
અમરેલીમાં નગરપાલીકા,તાલુકા-જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારો વિજેતા થતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામમાં કચ્છની 5 પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભુજ, માંડવી, મુન્દ્રા, અંજાર સહિત ગાંધીધામમાં ભાજપનો વિજય થયો છે.
ખેડા જિલ્લાની 2 નગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો. ખેડાની 1 નપામાં અપક્ષ અને 2 નપા ટાઇ પડી છે. ઠાસરા નગરપાલિકામાં 15 અપક્ષ અને 9 બેઠક ભાજપને મળી છે.
કોંગ્રેસ MLA લલિત વસોયાના ગઢમાં ગાબડું પડયુ છે. ધોરાજી તાલુકા પંચાયતમાં ભાજપે 17માંથી 9 બેઠક જીતી તાલુકા પંચાયત કબજે કરી લીઘી છે. તથા કોંગ્રેસનો 7 બેઠક પર વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં કોંગ્રેસે 15 અને ભાજપે 1 બેઠક પર જીત મેળવી હતી.
નર્મદાના રાજપીપળા નગરપાલિકા વોર્ડ-5મા ટાઈ પડી છે. ભાજપના બે ઉમેદવાર વચ્ચે થઇ ટાઈ. ભાજપના બંને ઉમેદવાર વચ્ચે ચિઠ્ઠી ઉછળી નિર્ણય કરાશે. કોંગ્રેસના ઉમેદવાર દ્વારા રી-કાઉન્ટિંગની માગણી બાદ ફરી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
ગોંડલ નગરપાલિકામાં વાઈટ વોશ થયો છે. તમામ બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત નોંધાઈ છે. કોંગ્રેસના એક પણ ઉમેદવાર ખાતું ખોલાવી શક્યા નથી. તમામ 44 બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત
81 નગરપાલિકાઓની 2720 બેઠક માટે મતગણતરી
આજે સ્થાનિક સ્વરાજ ચૂંટણીના મહાપરિણામ સામે આવશે. આજ સવારે 9 વાગ્યાથી મતોની ગણતરી શરૂ થઇ હતી. જેમાં 81 નગરપાલિકાઓની 2720 બેઠક, 31 જિલ્લા પંચાયતોની 980 બેઠક અને 231 તાલુકા પંચાયતની 4774 બેઠકોની મતગણતરી થશે. 25 જિલ્લાની અને 117 તાલુકાની જ્યારે નગરપાલિકાઓની 95 બેઠકો બિનહરીફ થઇ છે. રાજ્યની કુલ 8474 બેઠકો પર 22,200થી વધુ ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો થશે. આ ચૂંટણીમાં BJP, Congress, AAP, BSP અને AIMIM સહિતના પક્ષ મેદાનમાં છે. ત્યારે આજે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજાઇ રહી છે.
કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે વ્યવસ્થા કરાઈ છે
સ્વરાજ ચૂંટણીને લઈને મતગણતરી યોજાશે. ત્યારે સવારથી જ મતગણતરીકેન્દ્રો પર કોવિડ-19ની ગાઇડલાઇન અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના તકેદારીનાં પગલાઓનો ચુસ્તપણે અમલ થાય તે માટે પહેલાંથી જ તૈયારી કરવામાં આવી હતી. કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને મતગણતરી હાથ ધરાશે.
ગત ચૂંટણીમાં કોંગ્રેસે જિલ્લા અને તાલુકામાં પંચાયતમાં વધુ બેઠકો જીતી હતી
મહત્વનું છે કે 2015ની ચૂંટણીમાં 31માંથી 23 જિલ્લા પંચાયત કોંગ્રેસે કબજે કરી હતી. 31માંથી માત્ર 8 જિલ્લા પંચાયત જ ભાજપના ફાળે આવી હતી. 231 તાલુકા પંચાયતમાંથી 146 કોંગ્રેસ અને 85માં ભાજપને જીત મળી હતી. 51 નગરપાલિકામાંથી ભાજપને 37 અને કોંગ્રેસનો 14માં વિજય થયો હતો.
ગુજરાતની 231 તા.પંચાયતની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો લડ્યા
ગુજરાતની 231 તા.પંની ચૂંટણીમાં કુલ 12,265 ઉમેદવારો મેદાને છે. જેમાં ભાજપના 4652, કોંગ્રેસના 4594 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે BSP-255, NCP-61 અને AAPના 1067 ઉમેદવારો મેદાને છે. તો અન્ય પક્ષોના 462 અને 1139 અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.
31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો લડ્યા
રાજ્યની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 2,655 ઉમેદવારો ચૂંટણી લડ્યા છે. જેમાં ભાજપના 954, કોંગ્રેસના 937 ઉમેદવારો મેદાને છે. BSPના 88, NCPના 23, CPI-Mના 3, AAPના 304 ઉમેદવાર છે. જ્યારે અન્ય પક્ષોના 133 અને 209 અપક્ષ ઉમેદવારો રણસંગ્રામમાં છે.
ગુજરાતની 81 નગરપાલિકાની ચૂંટણીમાં કેટલા ઉમેદવાર લડ્યા
રાજ્યભરમાં 81 નગરપાલિકામાં 7,245 ઉમેદવારો ચૂંટણી લડ્યા. ભાજપના 2,555 અને કોંગ્રેસના 2,247 ઉમેદવારો મેદાનમાં છે. BSP-109, NCP-88, SP-64 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. AAPના 719 અને અન્ય પક્ષોના 264 અને 1,184 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.