Local Body Elections Result 2021 BJP BREAKS ALL RECORDS IN BHAVNAGR
ઐતિહાસિક /
ગુજરાતના આ શહેરમાં ભાજપે રચી નાંખ્યો ઈતિહાસ, આટલી બેઠકો કોઈ નથી જીતી શક્યું
Team VTV04:46 PM, 23 Feb 21
| Updated: 05:34 PM, 23 Feb 21
ગુજરાતના ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીએ 44 બેઠકો જીતીને ઇતિહાસ સર્જ્યો છે, આ પહેલા ભાજપે જ વર્ષ 2010માં 41 બેઠક પર જીત મેળવી હતી.
ભાજપે સર્જયો ઇતિહાસ
ભાજપે મનપામાં સૌથી વધુ બેઠક જીતી
કોંગ્રેસે હાર સ્વીકારી
પ્રકાશ વાઘાણીએ આપ્યું રાજીનામું
ભાજપનો કેસરીયો લહેરાયો
ગુજરાતની બધી જ મનપામાં ફરીવાર ભાજપનો ભગવો લહેરાયો છે. બધી જ મનપામાં ભાજપને રેકોર્ડબ્રેક લીડ મળી ગઈ છે જે બાદ ભાજપ કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપની અંદર જૂથવાદ છે તેવા આરોપોને જનતાને રદિયો આપ્યો હોય તેવું સ્પષ્ટ ચિત્ર સામે આવી રહ્યું છે. ભાજપ દ્વારા ખાનપુરમાં જેપી ચોક ખાતે ભવ્ય ઉત્સવની તૈયારી કરી દેવામાં આવી છે.
ભાવનગરમાં ભાજપે સર્જયો ઇતિહાસ
ગુજરાતમાં મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામો સામે આવતા જ ભારતીય જનતા પાર્ટીનો ફરીવાર ભગવો લહેરાયો છે. તમામ મહાપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે પરંતુ ભાવનગરમાં તો ભાજપે આ વખતે ઇતિહાસ સર્જ્યો છે.
ભાજપે મનપામાં સૌથી વધુ બેઠક જીતી
ભાવનગરમાં ભાજપે ઇતિહાસની સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ બનાવી લીધો છે. આ પહેલા વર્ષ 2010માં ભાજપે સૌથી વધુ 41 બેઠક જીતી હતી. જે બાદ હવે વર્ષ 2021માં ભાજપે સૌથી વધુ 44 બેઠક મેળવીને ઇતિહાસ સર્જ્યો છે.
કોંગ્રેસ ડબલ ડિજીટમાં પણ ન પહોંચી શકી
નોંધનીય છે કે ભાવનગરમાં કોંગ્રેસનો રકાસ નીકળી ગયો હતો. કોંગ્રેસ ભાવનગરમાં ડબલ ડિજીટમાં પણ ન પહોંચી શકી. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીનીએ હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે.
સીએમ રૂપાણીના ગઢ એવા રાજકોટમાં ભાજપનો જોરદાર વિજય થયો છે. આખા શહેરમાં ભાજપનો સપાટો જોવાં મળી રહ્યો છે. આ શહેરમાં કોંગ્રેસે પોતાનું ખાતું ખોલવામાં પણ ફાંફાં પડી ગયા હતા. પરંતુ સુરત જે ભાજપના પ્રદેશ અધ્યક્ષનું ગઢ છે તેમાં ભાજપ માટે એક મુશ્કેલી ઊભી થઈ છે કે સુરતમાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી મારી દીધી છે, સુરતને કેટલાય વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી બાદ આમ આદમી પાર્ટી બીજા નંબરની પાર્ટી બની ગઈ છે, આ સિવાય સાંજે 4 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં સુરતમાં આમ આદમી પાર્ટી 23 બેઠકો પર આગળ હતી.