Team VTV11:41 AM, 23 Feb 21
| Updated: 11:55 AM, 23 Feb 21
સુરતમાં આપ કોંગ્રેસને પાછળ છોડી દીધુ છે. આમ આદમી પાર્ટી પૂરા જોશથી સુરતમાં એન્ટ્રી કરી છે. ભાજપને નુકસાન નથી પહોંચ્યુ પણ કોંગ્રેસની બેઠકો આપને ફાળે જઈ શકે છે.
સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ટ્રેન્ડમાં ટ્વીસ્ટ
સુરતમાં ભાજપ પહેલા નંબરે તો આમ આદમી પાર્ટી બીજા નંબરે
સુરતમાં કોંગ્રેસ ત્રીજા નંબરનો પક્ષ બન્યો
સુરત મહાપાલિકાની ચૂંટણીમાં ટ્રેન્ડમાં ટ્વીસ્ટ જોવા મળી રહ્યુ છે. સુરતમાં ભાજપ પહેલા નંબરે તો આમ આદમી પાર્ટી બીજા નંબરે ચાલી રહી છે. સુરતમાં કોંગ્રેસ ત્રીજા નંબરનો પક્ષ બન્યો છે. વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 8માં આમ આદમી પાર્ટીની પેનલ આગળ છે.
સુરતમાં ભાજપ બાદ બીજા સ્થાને આપ પાર્ટી આવી ગઈ છે. લેટેસ્ટ માહિતી જોઈએ તો 18 બેઠકો પર આપ આગળ છે. જ્યારે કોંગ્રેસ માત્ર 6માં જ આગળ છે.
સુરતમાં પ્રારંભિક ગણતરીમાં ભાજપને આંચકો લાગ્યો છે.
કેટલાક વોર્ડ પર આપ આગળ નિકળી
સુરતમાં 44 બેઠક પર ભાજપ આગળ
આપ 18 અને કોંગ્રેસ 18 પર આગળ