Team VTV11:01 AM, 24 Jan 21
| Updated: 11:02 AM, 24 Jan 21
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લીને યુદધના ધોરણે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે વડોદરામાં ઉમેદવારી માટેના દાવેદારો દોડમદોડ કરી રહ્યા છે અને આ દોડાદોડીનું કારણ જાણીને તમે ચોંકી જશો.
ભાજપ દ્વારા ઉમેદવારી ફોર્મમાં આપાયો છે વિકલ્પ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિધીમાં દાન આપ્યું છે કે નહી?
દાન નહી કર્યું હોય તો ટિકિટ નહી મળે તેવો દાવેદારોમાં ભય
ભાજપ દ્વારા ઉમેદવારી ફોર્મમાં વિકલ્પ આપાયો છે કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિધીમાં દાન આપ્યું છે કે નહી? ત્યારે દાવેદારોએ હવે રામમંદિરમાં દાન આપવા માટે ભાગમભાગ શરૂ કરી દીધી છે કારણ કે ઉમેદવારીની દાવેદારી માટે તેમને રામમંદિરમાં આપેલા દાનથી તેમને ટીકીટ મળશે કે નહીં તેની ગણતરી કરવામાં આવશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિધીમાં દાન આપ્યું છે કે નહી?
વડોદરામાં ભાજપના સંભવિત ઉમેદવારોમાં દોડધામ મચી ગઈ છે. રામ મંદિર માટે દાન કરવા દાવેદારોમાં દોડધામ કરી રહ્યા છે. ભાજપ દ્વારા ઉમેદવારી ફોર્મમાં વિકલ્પ આપવામાં આવતા દાવેદારો હક્કાબક્કા રહી ગયા હતા. ભાજપ દ્વારા જાણે ચોખ્ખો મેસેજ અપાઈ રહ્યો છે કે, દાન નહી કર્યું હોય તો ટિકિટ નહી મળે તેવો ઘાટ ઘડાયો છે.
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
21 ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકાઓ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન થશે. જ્યારે જૂનાગઢની બે બેઠક પર પણ ચૂંટણી થશે.