local body Election 2021 BJP 400 sarpanch direct talk cm rupani c r patil
ચૂંટણી /
મહામારીમાં ભાજપનું ગોધરામાં મહાસંમેલન : 400 સરપંચો સાથે સીધો સંવાદ અને ચૂંટણીલક્ષી કાર્યક્રમોની ભરમાર
Team VTV10:37 AM, 25 Jan 21
| Updated: 10:38 AM, 25 Jan 21
મહામારીને ભૂલીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપનું ગોધરામાં મહાસંમેલન યોજાશે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને સીએમ રૂપાણી 400 સરપંચો સાથે સીધો સંવાદ કરશે.
મધ્ય ગુજરાતમાં ભાજપનું આજે સૌથી મોટું સંમેલન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા પ્રચાર તેજ
આજે ગોધરા ખાતે ભાજપનું સરપંચ સમેલન
મધ્ય ગુજરાતમાં ભાજપનું આજે સૌથી મોટું સંમેલન યોજાવાનું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા પ્રચાર તેજ બન્યો છે. આજે ગોધરા ખાતે ભાજપનું સરપંચ સમેલન યોજવામાં આવશે.
400થી વધુ ગામના સરપંચો ઉપસ્થિત રહેશે
400થી વધુ ગામના સરપંચો ઉપસ્થિત રહેશે અને CM વિજય રૂપાણી, સી.આર.પાટીલ સરપંચો સાથે સીધો સંવાદ કરશે. સરપંચો થકી ભાજપ ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ વધારવા પ્રયાસ કરી રહ્યું છે. ગોધરા ભાજપના નવીન કાર્યાલયનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
21 ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકાઓ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન થશે. જ્યારે જૂનાગઢની બે બેઠક પર પણ ચૂંટણી થશે.