Local body electin bjp candidate list patidar youth
રોષ /
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ...તો ભાજપનો બહિષ્કાર કરવાની પાટીદાર યુવાનોએ આપી ચીમકી
Team VTV09:39 AM, 05 Feb 21
| Updated: 09:45 AM, 05 Feb 21
અમદાવાદમાં ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ભાજપ સામે પાટીદાર યુવાનોએ રોષ ઠાલવ્યો.
ભાજપમાં ટિકિટની જાહેરાત બાદ ભડકાની સ્થિતિ
અમદાવાદમાં ઉમેદવારોની જાહેરાત બાદ નારાજગી
સોલા ઉમિયા કેમ્પસ ખાતે પાટીદાર યુવાનો એકત્ર થયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા યાદી જાહેર કરવામાં આવતા રાજ્યમાં કાર્યકરો સહિત નેતાઓની નારાજગી જોવા મળી રહી છે. હાલ સુરત, જામનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદમાં વિરોધ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે.
અમદાવાદની વાત કરીએ તો ભાજપમાં ટિકિટની જાહેરાત બાદ ભડકાની સ્થિતિ જોવા મળી છે. શહેરમાં ઉમેદવારોની જાહેરાત બાદ સ્થાનિક આગેવાનોને ટિકિટ ન મળતાં પાટીદારોએ વિરોધ દર્શાવ્યો.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર સોલા ઉમિયા કેમ્પસ ખાતે પાટીદાર યુવાનો એક્ત્ર થયા હતા. જેમાં સોલા, ઓગણજમાં સ્થાનિકોને ટિકિટ ન મળતા પાટિદારોમાં રોષ જોવા મળ્યો હતો.
રોષે ભરાયેલા પાટિદારો યુવાનોએ સ્થાનિક આગેવાનોને ટિકિટ ન મળતા ભાજપનો બહિષ્કાર કરવાની ચીમકી આપી. પાટિદાર યુવાનોએ સ્થાનિક આગેવાનોને ટિકિટ આપા માગ કરી છે.
અમદાવાદ મનપામાં ભાજપની નો રિપીટ થિયરી
અમદાવાદ મનપામાં ભાજપની નો રિપીટ થિયરીને લઇ વર્તમાન 142માંથી 106 કોર્પોરેટરની ટિકિટ કપાઇ ગઇ છે. હાલ અમદાવાદ મનપામાં ભાજપના 142 કોર્પોરેટર છે. જેમાંથી 36 કોર્પોરેટરને જ રિપીટ કરાયા છે. અને જે વોર્ડમાંથી જીત્યા ત્યાંથી 35ને ફરી ટિકિટ અપાઇ છે. અને વોર્ડ બદલીને માત્ર એક ઉમેદવારને ટિકિટ અપાઇ છે. જ્યારે આખી પેનલ ફરી રિપિટ કરાઇ હોય તેવો એક વોર્ડ જ છે. અને આખી પેનલ બદલાઇ ગઇ હોય તેવા 11 વોર્ડ છે.