બ્રેકિંગ ન્યુઝ
VTV / loan recovery agents cannot threaten to recover the loan know what rights customers have
Bijal Vyas
Last Updated: 11:58 AM, 3 April 2023
ADVERTISEMENT
Loan Recovery:અત્યારે મોંઘવારી એટેલી વધી ગઇ છે કે લોકો ઇનકમમાંથી બચત કરી શકતા નથી. તેવામાં પૈસાની જરુર પડવા પર તેઓ બેંક પાસેથી લોન લે છે. પરંતુ ઘણી વખત પૈસાની તંગીના કારણે તે સમય પર પૈસા ચૂકવી શકતા નથી. આવી સ્થિતિમાં લોન માટે સિક્યોરિટી તરીકે રાખવા માં આવે વસ્તુને પણ ગુમાવી દે છે. બેંક આ પરિસ્થિતિમાં લોન માટે પ્રોપર્ટીને ગીરો રાખે, તેને જપ્ત કરવાનું કાયદાકીય અધિકાર હોય છે.
જો તમે પણ બેંક પાસેથી કોઇ લોન લીધી છે અને ચૂકાવી શક્યા નથી તો તમને તમારા અધિકારોની જાણકારી હોવી જોઇએ. આવી સ્થિતિમાં તમારી પાસે કોઇ અધિકાર રહે છે જેનો તમે ઉપયોગ તમે જરુર પડવાથી કરી શકો છો. આવો તે ક્યા અધિકાર છે, તેના વિશે જાણીએ...
ADVERTISEMENT
લોન રિકવરી એજન્ટ ના આપી શકે ધમકી
જો તમે બેંકથી લોન લઇને તે સમય પર ના ચૂકવી શકો તો બેંક રિકવરી એજન્ટ દ્વારા તમારી પાસેથી પૈસા વસૂલે છે. ઘણી વખત રિકવરી એજન્ટ કસ્ટમર્સે ડરાવી ધમકાવીને લોન વસૂલ કરવાનો પ્રયત્ન કરે છે. તેવામાં તમારે તે જાણવુ જરુરી છે કે તે કસ્ટમર સાથે ધમકાવી કે ગેરવર્તન કરવાનો કોઇ અધિકાર નથી. તે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી કસ્ટમરના ઘરે જઇ શકે છે. જો રિકવરી એજન્ટ્સ ગ્રાહકની પાસે કોઇ રીતનું ગેરવર્તન કરે તો તેની ફરીયાદ તમે બેંકમાં કરી શકો છો, બેંક તેની પર એક્શન ના લેવા પર બેંકિંગ લોકપાલ પાસે ફરીયાદ લઇ જઇ શકાય છે.
નોટીસ આપ્યા વિના બેંક પ્રોપર્ટી પર કબજો ના કરી શકે
કોઇ પણ લેંડર લોનની વસૂલ કરવા માટે નોટીસ વિના તમારી પ્રોપર્ટીનો કબજો ના લઇ શકાય. જ્યારે કોઇ કસ્ટમર 90 દિવસ સુધી લોનનો હપ્તો નથી ચૂકવી શકતો તો તેનુ એકાઉન્ટને નોન-પરફોર્મિંગ એસેટ (NPA)માં નાંખવામાં આવે છે. પરંતુ તેની સાથે જ લેંડર માટે લોન લેવા માટેના ડિફોલ્ડરને 60 દિવસનુ નોટીસ જાહેર કરવુ પડે છે. જો નોટિંસ પીરિયડમાં પણ તે લોનને રી-પેમેન્ટ ના કરે તો તેની પ્રોપર્ટીને કબ્જે કરી શકાય છે. ત્યાં જ તે પ્રોપર્ટીની હરાજીથી 30 દિવસ પહેલા પબ્લિક નોટીસ જાહેર કરવી પડે છે.
પ્રોપર્ટીની હરાજી માટેની કિંમતને આપી શકે છે પડકાર
કોઇ પણ લેંડર પોતાના ડિફાલ્ટ કસ્ટમર્સના એસેટની હરાજી કરતા પહેલા તે પ્રોપર્ટીની કિંમત જણાવતા તે નોટીસ જાહેર કરે છે. જેમાં તે રિઝર્વ પ્રાઇસ, તારીખ અને હરાજીનો સમયનો ઉલ્લેખ કરે છે. તેવામાં કસ્ટમરને લાગે કે તેની મિલકતની કિંમત ઓછી લગાવવામાં આવી છે તો તે હરાજીને પડકાર આપી શકે છે. ત્યાં હરાજી થયા બાદ પણ કસ્ટમરને લોનની વસૂલી બાદ વધેલી બાકીની રકમ મેળવવા માટેનો પૂરો અધિકાર હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.