બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / loan on aadhaar card pib fact check viral message modi govt gave five lakh loan

Fact Check / આધાર કાર્ડ પર કોઈ લોન નથી આપતી સરકાર, સોશ્યલ મીડિયા પર આવતા આવા મેસેજથી થઈ જજો સાવધાન

Premal

Last Updated: 12:29 PM, 17 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજમાં દાવો કરાઈ રહ્યો છે કે મોદી સરકાર આધાર કાર્ડ પર 4.78 લાખ રૂપિયાની લોન આપી રહી છે. આ મેસેજને જ્યારે પીઆઈબી તરફથી ફેક્ટ ચેક કરવામાં આવ્યુ તો આ નકલી હોવાનુ જાણવા મળ્યું.

  • મોદી સરકાર આધાર પર 4.78 લાખ રૂપિયાની લોન આપી રહી છે?
  • પીઆઈબી તરફથી ફેક્ટ ચેક કરવામાં આવ્યુ તો નકલી હોવાનુ જાણવા મળ્યું
  • સરકાર તરફથી આવા પ્રકારની કોઈ લોન આપવામાં આવી રહી નથી

મોદી સરકાર આધાર કાર્ડ પર 4.78 લાખ રૂપિયાની લોન આપી રહી છે?

મોદી સરકાર તરફથી દેશવાસીઓ માટે અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. યોજનાઓને શરૂ કરવા માટે દરેક વર્ગનુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ યોજનાઓમાં વિદ્યાર્થીઓથી લઇને નોકરીયાત વર્ગ અને ખેડૂતોથી લઇને વેપારીઓનુ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે પ્રધાનમંત્રી મુદ્રા લોન પણ શરૂ કરી. ત્યારબાદ લોકો છેતરપિંડી કરવા માટે અનેક પ્રકારની સરકારી યોજનાઓ સાથે મળતા નામનો સહારો લે છે. 

શું છે વાયરલ પોસ્ટ 

આ રીતે સોશિયલ મીડિયામાં વાયરલ થતી એક પોસ્ટમાં કેન્દ્ર સરકારના નામથી એક લોન યોજના અંગે જણાવવામાં આવી રહી છે. વાયરલ થયેલી પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર આવા બધા નાગરિકોને સરળ લોન આપી રહી છે, જેની પાસે આધાર કાર્ડ છે. આવા લોકોને આધાર કાર્ડ દ્વારા 4.78 લાખ રૂપિયાની લોન મળી શકે છે.

સરકારે જણાવી હકીકત 

વાયરલ પોસ્ટનુ ફેક્ટ ચેક કરીને પીઆઈબીએ જણાવ્યું કે આ દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. સરકાર તરફથી આવા પ્રકારની કોઈ લોન આપવામાં આવી રહી નથી. આ સાથે પીઆઈબીએ લોકોને આ પ્રકારના ફેક મેસેજ શેર નહીં કરવાની સલાહ આપી છે. પીઆઈબી તરફથી કહેવામાં આવ્યું છે કે ઠગ સરકારી યોજનાના બહાને લોકોની ખાનગી માહિતી એકત્રિત કરે છે, જેનાથી લોકોના બેંક એકાઉન્ટમાં ભંગ કરવુ સરળ થાય છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Aadhaar Card Loan Loan on Aadhaar Card pib fact check Loan on Aadhaar Card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ