બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આઇસ્ક્રીમની જાણીતી બ્રાન્ડના કોનમાંથી નીકળી ગરોળીની પૂંછડી, કોર્પોરેશને આઉટલેટ સીલ કર્યુ
Last Updated: 02:25 PM, 14 May 2025
હાલના ઉનાળાની સિઝનમાં લોકો આઇસ્ક્રીમ ખાવાનું ખુબ પસંદ કરતા હોય છે.. પરંતુ મણીનગરની એક મહિલાને આઇસ્ક્રીમ ખાતા એવો કડવો અનુભવ થયો કે તે હવે પછી જિંદગીમાં જ્યારે-જ્યારે આઇસ્ક્રીમ ખાશે કદાચ તેને આ ઘટના દરેક વખતે યાદ આવશે..
ADVERTISEMENT
ઘટનાને વિગતે જોઇએ તો આ મહિલાએ અમદાવાદ શહેરના મણીનગર રેલવે ક્રોસિંગ પાસે આવેલા આઇસ્ક્રીમના એક આઉટલેટમાંથી આઇસ્ક્રીમનો કોન ખરીદ્યો હતો.. મહિલાનું કહેવું છે કે આઇસ્ક્રીમ ખાતા-ખાતા અચાનક તેને મોંમાં કઇંક અજુગતુ લાગ્યું.,.અને તેણે તરજ બહાર કાઢી હાથી લીધું, અને હાથમાં લીધું તો તેણે જોયું કે તે ગરોળીની પૂંછડી હતી. આ પછી મહિલાને તરત ઉલટીઓ થવા લાગી હતી અને તેને હોસ્પિલ ભેગા થવું પડ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દરરોજ 2500 કિલો છાણમાંથી ઉત્પન્ન કરાશે બાયોગેસ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને શરૂ કર્યો પ્લાન્ટ
મહિલાએ જે આઇસ્ક્રીમ કોન ખરીદ્યો હતો તે પણ ખુબજ મોટી બ્રાન્ડનો આઇસ્ક્રીમ કોન હતો... ઘટનાને લઇને મહિલાના પતિએ તુરંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કર્યો હતો જે બાદ કોર્પોરેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આઉટલેટ સીલ કરી દીધું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT