બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / તિબેટ ભૂકંપનું લાઈવ મંજર કેમેરામાં કેદ: પત્તાના મહેલની જેમ મકાન ધરાશાયી, કુલ 126ના થયા હતા મોત
Last Updated: 09:25 AM, 11 January 2025
તાજેતરમાં તિબેટમાં થયેલા ભૂકંપે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. 7 જાન્યુઆરી, 2025ના રોજ 6.8 તીવ્રતાવાળો ભૂકંપ તિબેટના ડીંગરી કાઉન્ટી (શિગાઝે શહેર)માં આવ્યો, જેમાં 126 લોકોના મૃત્યુ થયા અને 188 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપ લ્હાસા બ્લોકમાં આવ્યો હતો, તમને જણાવી દઈએ કે આ ભૂકંપનો વીડિયો હાલ બહાર આવ્યો છે, તે જોતા જ તમને પણ ભૂકંપનો અહેસાસ થશે. જો કે આ ભૂકંપનું વિજ્ઞાનિક દ્રષ્ટિથી કારણ ખૂબ જ રસપ્રદ છે. તો ચાલો તમને આનું કારણ અમે તમને જણાવીશું
ADVERTISEMENT
ADVERTISEMENT
સામાન્ય રીતે ભૂકંપ ટેક્ટોનિક પ્લેટોના દબાણના કારણે આવતો હોય છે. પરંતુ તિબેટના ભૂકંપનું કારણ છે કે અહીં હિંદ મહાસાગર પ્લેટ અને યુરેશિયન પ્લેટનો સંપર્ક થાય છે જેથી આ બંને પ્લેટો વચ્ચે સતત દબાણનું પ્રમાણ રહે છે, જે ભૂકંપ લાવી શકે છે. આ પ્લેટ ઉત્તર દિશામાં ખસકતી રહી છે અને યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે. આ અથડામણને કારણે હિમાલયનો ઢાંચો તૈયાર થયો અને તિબેટમાં ભૂકંપો આવ્યો હતો.
ADVERTISEMENT
1950 થી આજદિન સુધી, લ્હાસા બ્લોકમાં 6.0 થી વધુ તીવ્રતાવાળા 21 ભૂકંપ આવી ચૂક્યા છે, જેમાંથી મહત્તમ તીવ્રતા 6.9 હતી. અહીંના ભૂકંપો એટલા જ જટિલ છે કારણ કે તે ભંગાણ અને ઊર્જા મુક્તિમાંથી ઉત્પન્ન થાય છે. 7 જાન્યુઆરીનો ભૂકંપ મંગળવારે સવારે 9:05 વાગ્યે થયો, અને તેનું કેન્દ્ર કાઉન્ટીથી ચિહ્નિત પોઈન્ટમાં હતું, જ્યાં લગભગ 6,900 લોકો 20 કિમીના પરિધિમાં વસતા છે.
ADVERTISEMENT
તાજેતરમાં તિબેટમાં થયેલા ભૂકંપે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. 7 જાન્યુઆરી, 2025ના રોજ 6.8 તીવ્રતાવાળો ભૂકંપ તિબેટના ડીંગરી કાઉન્ટી (શિગાઝે શહેર)માં આવ્યો, જેમાં 126 લોકોના મૃત્યુ થયા અને 188 લોકો ઘાયલ થયા છે pic.twitter.com/kDak2zPfB9
— Nidhi Panchal vtv (@NidhiVtv83966) January 11, 2025
ADVERTISEMENT
ભૂકંપનો પ્રભાવ માત્ર આકસ્મિક તબાહી સુધી મર્યાદિત રહેતો નથી. તે અનેક સમસ્યા ઊભી કરે છે. 7 જાન્યુઆરીના ભૂકંપમાં 126 લોકોના મોત અને 188 લોકો ઘાયલ થયા. આ ઘટના એ જણાવે છે કે આ વિસ્તારમાં લોકો કે જે ઘરોમાં રહે છે, તે મોટા ભાગે મજબૂત નથી. ભૂકંપ જેવી આપત્તિ વખતે, જો ઘરો મજબૂત ન હોય તો જલ્દી પડતાં અને તૂટી જતા હોય છે, જેના કારણે લોકો માટે એક મોટી સમસ્યા થઇ શકે છે.
આ પણ વાંચો : ભારતમાં અભ્યાસ માટે બે ન્યૂ સ્ટુડન્ટ વિઝા ઓફરનું એલાન, જાણો ફાયદો, આ રીતે કરો Apply
ADVERTISEMENT
ભૂકંપના કારણો અને તેની અસરને સમજવું બહુ મહત્વપૂર્ણ છે. દરેક ભૂકંપ પૃથ્વીમાં થતી જટિલ ગતિશીલ પ્રક્રિયાઓના પરિણામે થાય છે. આ સમજણ આપણી માટે પૃથ્વી કેમ હલે છે અને કુદરતી આપત્તિઓ કઈ રીતે થાય છે, તે સમજવા માટે ખૂબ ઉપયોગી છે. આ રીતે, જો આપણે ભૂકંપને સમજીએ, તો આપણે તેના પ્રભાવોથી બચવા માટે યોગ્ય પગલાં લઈ શકીએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT