live bin sachivalay exams scam guj. govt. positive attitude about student demand
સરકાર ઝુકશે? /
બિન સચિવાલય પરીક્ષા વિવાદ : SITની રચના બાદ ધરણાં પૂરા થઈ જશે?
Team VTV03:05 PM, 05 Dec 19
| Updated: 06:06 PM, 05 Dec 19
ગાંધીનગર પરીક્ષાર્થીઓને નેતાઓ સહિત આગેવાનો પણ મળવા પહોંચ્યા છે. રાજકારણીઓ પોત પોતાનો રોટલો શેકવા ગાંધીનગરની વાટ પકડી રહ્યા છે. ત્યારે ઉમેદવારો અપીલ કરી રહ્યા છે કે અમારી માંગણીઓને કોઈ રાજકીય રંગ ન આપો. શંકરસિંહ, ગોપાલ ઈટાલિયા, નયના બેન જાડેજા, કલેક્ટર સહિતના લોકો ગાંધીનગર પહોંચ્યા છે. સરકાર હવે પરીક્ષાર્થીઓની પાંચ માંગણીઓ પ્રત્યે પોઝેટીવ વલણ બતાવી રહી છે. અને આ અંગે પરીક્ષાર્થીઓને પુરાવા સાથે સરકાર સાથે ચર્ચા કરવા પણ બોલાવવામાં આવ્યા છે.
વારંવાર વિવાદમાં વળાંક આવી રહ્યાં છે
આ આંદોલનમાં યુવરાજ સિંહ જે ઉમેદવારો વતી સરકાર સાથે વાતચીત કરી રહ્યો છે તેણે કલેક્ટર સાથે મીટિંગ કર્યા બાદ કહ્યું હતું કે SIT રચનાની લેખિત ખાતરી બાદ આંદોલન સમેટાઈ જશે. ત્યાર બાદ વિદ્યાર્થીઓને આ વાત મંજૂર ન હોવાથી જ્યારે બહાર આવ્યો ત્યારે તેને ફરીથી પોતાનું નિવેદન બદલ્યું હતું અને કહ્યું હતું કે પરીક્ષા તો રદ્દ થવી જ જોઈએ. આમ હાલ પૂરતું જોવા જઈએ તો યુવરાજ સિંહ વારંવાર પોતાના નિવેદનમાં યુ-ટર્ન લઈ રહ્યો છે.
કરણીસેનાનું સમર્થન
કરણી સેના પણ બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ મામલે ઉમેદવારોની પક્ષે આવ્યુ છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પણ મેદાને
રહી રહીને હવે ABVP પણ ઉમેદવારોની પડખે આવ્યુ છે. ઉમેદવારો ની સાથે હોવાનું ABVP એ જાહેરાત કરી હતી.
જીગ્નેશ મેવાણી આપી પ્રતિક્રિયા
બિનસચિવાલય પરિક્ષાને લઈન બોટાદના એક કાર્યક્મમાં જીગ્નેશ મેવાણીએ પ્રતિકિયા આપી છે.કહ્યું કે 9 તારીખે વિધાનસભા ગેટ પર એકઠા થઈને સરકાર સામે સાથે મળીને લડીશું.
વિદ્યાર્થીઓએ કરી લેખિતમાં માંગ
SIT રચના નહી કરવામાં આવે ત્યાં સુધી અમે જગ્યા નહીં છોડીએ. અમારે ન્યાય જોઈએ છે.
પરીક્ષાર્થીઓના આંદોલન મુદ્દે CM રૂપાણીનું નિવેદન
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાનું CM રૂપાણીએ સ્વીકાર્યું હતુ. પરીક્ષાર્થીઓએ કલેક્ટર સાથે બેઠક કરી છે. સમગ્ર મામલોને સુખદ નિરાકરણ આવે તેવી આશા છે. સરકાર પરીક્ષા મુદ્દે પારદર્શિતા મામલે કટિબધ્ધ છે. મહેનત કરનાર પરીક્ષાર્થીઓને ન્યાય મળશે.
રાજકોટમાં NSUIના કાર્યકરોની અટકાયત
બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિને લઇ ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં NSUI દ્વારા બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની માગ કરવામાં આવી છે. NSUIના કાર્યકર્તાઓ રસ્તા પર બેસી ગયા અને પરીક્ષા રદ કરવાની માગ કરી. જેને લઇ પોલીસે NSUIના કાર્યકરોની અટકાયત કરી છે.
ગાંધીનગરના પડઘા પાટણ અને રાજકોટમાં
રાજકોટ વિધાર્થીઓ અને NSUI દ્વારા કરાયા રસ્તા ચક્કાજામ કરાયા છે. ગાંધીનગરમાં વિધાર્થીઓને ન્યાય ન મળતા રાજકોટમાં આક્રોશ જોવા મળ્યો છે. રાજકોટના રાજમાર્ગો ચક્કજામ કર્યા છે. પાટણમાં પણ ઉમેદાવરોએ યુનિવર્સિટી પાસે વિરોધ નોંધાવ્યો છે.
હાર્દિક પટેલ પહોંચ્યો ગાંધીનગર
ગુજરાતના યુવાનો છેલ્લા 30 કલાકથી ધરણા કરી રહ્યાં છે. હું કોઇ રાજકીય આશય સાથે નથી આવ્યો. 10 લાખ લોકોના ન્યાય માટે અહી આવ્યા છીએ. હું એક વિદ્યાર્થી તરીકે અહીં બેઠો છું. આ લડાઇ એકજૂટ થઇને લડીશું તો જીત જરૂર થશે.
શું કહે છે ઉમેદવારો
કોઇ રાજકીય નેતાઓને અમે આમંત્રણ નથી આપ્યું. જે કોઇ આંદોલનમાં સાથે આવે તેમનું સ્વાગત છે. આ આંદોલનને રાજકીય ન બનાવવામાં આવે તો સારૂ.
અમિત ચાવડા ઉમેદવારોના સમર્થનમાં ગાંધીનગર
ઉમેદવારોના સમર્થનમાં અમિત ચાવડા ગાંધીનગર પહોંચ્યા હતા. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિનો મામલો અમિત ચાવડાએ ઉમેદવારો સાથે મુલાકાત કરી હતી.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન
''સરકાર પરીક્ષાર્થીઓ સાથે ચર્ચા કરવા તૈયાર છે''.''અધિકારીઓને પરીક્ષાર્થી આગેવાનો વચ્ચે ચર્ચા થઇ''.''અમને કેટલીક રજૂઆતો મળી છે''.''સરકારનું મન સંપૂર્ણ પણે ખુલ્લુ છે''. ''ખોટા પરીક્ષાર્થીઓને આનો લાભ ન મળે તે જરૂરી''. ''પરીક્ષાર્થીઓની મહેનતનું સાચું પરિણામ બહાર આવે તે જરૂરી''. ''પરીક્ષાર્થીઓના મુદ્દાઓ પર યોગ્ય નિર્ણય લેવાશે''. ''LRD પરીક્ષામાં નિમણૂંક પત્રો આપવામાં આવશે''. ''સરકાર પ્રામાણિકતા અને પારદર્શિતાથી કામ કરી રહી છે''. ''કોઇ નાની-મોટી ત્રૂટીનું સમાધાન કરવા તૈયાર છીએ''. ''સરકાર તમારા હિતોની રક્ષા કરનારી છે''. ''પરીક્ષાર્થીઓના હિતોનું રક્ષણ કરવામાં આવશે''. ''કેટલાક લોકો પોતાના રાજકીય રોટલા શેકી રહ્યાં છે''. ''આવા લોકોના એજન્ટો પરીક્ષાર્થીઓ વચ્ચે ફરે છે''. ''પરીક્ષાર્થીઓને ઉશ્કેરવા ખોટી અફવાઓ ફેલાવી રહ્યાં છે''. ''રાત્રે પરીક્ષાર્થીઓ સાથે પોલીસ રહી છે''. ''જાતિવાદી રાજકારણ કરનાર તત્વોએ પરીક્ષાર્થીઓને ઉશ્કેરવા માગે છે''
''પરીક્ષાર્થીઓ રાજકીય રીતે કોઇનો હાથો ન બને''.
શું છે ઉમેદવારની માંગણીઓ
બિન સચિવાલય પરીક્ષા કૌભાંડ મામલે પરીક્ષાર્થીઓએ તપાસ સાથે સાથે પાંચ માંગણીઓ સરકાર સામે મૂકી છે સરકાર તેમની માંગણીઓ પૂરી કરશે તો જ ગાંધીનગર ખાતે ધરણા સમેટવામાં આવશે. જો સરકરા દ્વારા કોઈ પગલા લેવામાં નહીં આવે તો પરીરક્ષાર્થીઓએ આંદોલનને ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર બનાવવાનો સરકારને લલકાર ફેક્યો છે ત્યારે એમ થાય કે એ પાંચ માંગો કઈ છે. તો આવો જાણએ ઉમેદવારોની માંગ વિશે.
બિન સચિવાલય પરીક્ષા કૌભાંડ મામલે વિદ્યાર્થીઓની કઈ છે પાંચ માંગ?
- એસઆઈટીનું ગઠન
- એસઆઈટીમાં ઉમેદવારોના પ્રતિનિધિનો સમાવેશ કરવો
- ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ પણ અધિકારીનો સમાવેશ નહિ
- ગેરરિતી કરનારા ઉમેદવારો સામે કાર્યવાહી કરાય
- ગેરરિતી કરાવનારા સામે કાર્યવાહી થાય
- પેપર લીકના પુરાવાના અનુસંધાને પરીક્ષા રદ્દ કરાવાય
મામલો શું છે?
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાઈ હતી. 6 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ક્લાર્કની 3910 જગ્યા ખાલી હતી જેના માટે પરીક્ષા લેવાઈ હતી. કુલ 3173 કેન્દ્રો પરથી પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષા બાદ 39 લેખિત ફરિયાદ મળી હતી. કોંગ્રેસે વીડિયો ફૂટેજ રજૂ કર્યા હતા. 5 જિલ્લામાંથી 41 ફરિયાદ મળી છે.
ગાંધીનગરમાં ગઈકાલ સવારથી 4000થી 5000 જેટલા વિદ્યાર્થીઓ બિન સચિવાલયના કાર્યાલયની બહાર ધરણા ધરીને બેઠા છે. જેમની ઉપર લાઠી ચાર્જ થયો, તેમને દોડાવવામાં આવ્યા 450 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી પરંતુ આખરે તેમને છોડી મૂકાયા હતા.