તૈમૂરે PM મોદીને આ બાબતમાં આપી ટક્કર, કરિના-સૈફ પણ ચોંકી ગયા

By : juhiparikh 11:34 AM, 07 December 2018 | Updated : 11:34 AM, 07 December 2018
બોલિવુડના સ્ટાર કપલ ગણાતા કરિના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો દિકરો તૈમૂર અલી ખાન પોતાના ક્યૂટ અંદાજને કારણે સતત સોશ્યલ મીડિયામાં છવાયેલો રહે છે. તૈમૂરનો નવો ફોટો હોય કે વીડિયો આવતાની સાથે જ વાયરલ થઇ જાય છે. પરંતુ તાજેતરમાં જ 2 વર્ષના તૈમૂરે એવું કરી દેખાડ્યુ જેના લીધે કરિના-સૈફ પણ ચોંકી ગયા છે. તાજેતરમાં યાહુ દ્વારા જાહેર કરવામાં આવેલા પૉપ્યુલર લિસ્ટમાં તેણે PM મોદીને ટક્કર આપી છે. 

યાહૂ દ્વારા જાહેર કરવામાં આવેલા સૌથી વધુ સમચારોમાં રહેલા ભારતીય પર્સનાલિટીની યાદીમાં 2 વર્ષના તૈમૂરનો દસમું સ્થાન છે જ્યારે કરિના-સૈફને આ યાદીમાં જગ્યા મળી નથી અને PM મોદી પહેલા નંબર પર છે જ્યારે બીજા નંબર પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છે. જ્યારે ત્રીજા સ્થાન પર CJI દીપિક મિશ્રા, ચોથા સ્થાને વિજય માલ્યા, પાંચમા સ્થાને નીરવ મોદી અને છઠ્ઠા સ્થાન #Meetooના આરોપમાં ઘેરાયેલા એમ. જે અકબર છે. 

તો બીજી તરફ સૌથી વધુ સર્ચ થનાર બોલિવુડ સેલેબ્રિટી સલમાન ખાન છે અને આ કેટેગરીમાં અમેરિકન સિંગર અને પ્રિયંકાનો પતિ નિક જોનસ બીજા સ્થાન પર છે. આ સિવાય મલાયલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર અને બોલિવુડની એક્ટ્રેસ શ્રીદેવીનો પણ સમાવેશ થાય છે. Recent Story

Popular Story