બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:59 PM, 12 November 2024
ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રાહુલ દ્રવિડ આ આઈપીએલ 2025માં જોવા મળશે. રાહુલ નવી સિઝન માટે રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયા છે. આ દિવસોમાં રાહુલ મેગા ઓક્શન માટે ફ્રેન્ચાઈઝી સાથે રણનીતિ તૈયાર કરી રહ્યા છે. આ દરમિયાન રાહુલ દ્રવિડે પોતાનો કિંમતી સમય કાઢીને ફ્રેન્ચાઈઝી દ્વારા આયોજિત ગર્લ્સ કપમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાહુલ બેટિંગ કરતા જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન ઘણી ગર્લ્સ ક્રિકેટરે રાહુલ દ્રવિડને બોલિંગ કરી હતી. રાહુલ દ્રવિડ તેમની બોલિંગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ADVERTISEMENT
રાજસ્થાન રોયલ્સના X એકાઉન્ટ પર રાહુલ દ્રવિડે ગર્લ્સ ક્રિકેટર સાથે રમતો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ગર્લ્સ તેમને બોલિંગ કરી રહી છે. આ દરમિયાન રાહુલ ઘણા બોલ પર શોટ મારતા જોવા મળે છે. . જે બાદ રાહુલે તમામ યુવતીઓના વખાણ કર્યા હતા. આ વીડિયોના કેપ્શનમાં રાજસ્થાન રોયલ્સ વતી લખવામાં આવ્યું હતું કે, "હે મમ્મી-પપ્પા, મેં હમણાં જ ગર્લ્સ કપ જીત્યો છે, રાહુલ દ્રવિડને બોલિંગ કરી અને તે પણ થોડીવાર રોકાઈ ગયા અને મારા માટે તાળીઓ પાડી!"
ADVERTISEMENT
“Hey maa and paa, I just won the Girls Cup, bowled to Rahul Dravid and he took a moment to pause and clap for me too!” 💗👏 pic.twitter.com/55NLXZ4atw
— Rajasthan Royals (@rajasthanroyals) November 12, 2024
રાહુલ દ્રવિડે પણ ક્રીઝ પર કેટલાક આક્રમક શોટ રમ્યા હતા. જોકે, દ્રવિડ સામે બોલિંગ કરવાનો આ અનુભવ યુવા છોકરીઓ માટે ગર્વ લેવા જેવો રહ્યો હશે. ટીમ ઈન્ડિયાના આ પૂર્વ કોચ પણ તેમના વખાણ કરતા જોવા મળ્યા હતા અને બાદમાં એવોર્ડ સમારોહમાં તેમની સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. વાસ્તવમાં રાજસ્થાન રોયલ્સે છોકરીઓ માટે રોયલ્સ ક્રિકેટ કપ 2024નું આયોજન કર્યું હતું. આ દરમિયાન કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડ, નીરજ કે પવન અને રાજસ્થાન રોયલ્સના મુખ્ય કોચ દ્રવિડ પણ હાજર હતા.
આ વખતે રાહુલ દ્રવિડના કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ યુએસએમાં રમાયેલા ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટ બાદ રાહુલનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો. જે બાદ રાહુલની જગ્યાએ ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બનાવવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.