બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:38 PM, 18 September 2024
છત્તીસગઢના દેવભોગ વિસ્તારના સરગીગુડા ગામનો ગણપતિ વિસર્જન દરમિયાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વિસર્જન દરમિયાન એક નાની બાળકીએ ભગવાન ગણેશની મૂર્તિને ગળે લગાવી અને જોર જોરથી રડવા લાગી અને મૂર્તિનું વિસર્જન ન કરવાનો આગ્રહ કરતી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
गरियाबंद- बप्पा मत जाओ... नन्ही बच्ची प्रतिमा से लिपटकर फूट-फूट कर रोने लगी #GaneshChaurthi #ganeshvisarjan2024 #Chhattisgarh @GariyabandDist pic.twitter.com/0wGpa2VSKb
— Haribhoomi (@Haribhoomi95271) September 18, 2024
છત્તીસગઢના ગરિયાબંધ વિસ્તારના સરગીગુડા ગામની એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ગણેશ વિસર્જનનો છે જે દરેકને ભાવુક કરી દેશે. વાસ્તવમાં નાની બાળકી રિદ્વિમા તેના પરિવાર સાથે ગણેશ વિસર્જન માટે આવી હતી. પરિવારના સભ્યો ગણેશ વિસર્જન માટે જતા હતા કે તરત જ રિદ્વિમાએ ભગવાન ગણેશની મૂર્તિને ગળે લગાવી અને ધ્રૂસકે ધ્રુસકે રડવા લાગી અને મૂર્તિનું વિસર્જન ન કરવાની આજીજી કરતી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
નોધનીય છે કે ગણપતિ દાદાના ભક્તો દ્વારા ઘરે તેમજ પોતાના શેરીઓ અને વિસ્તારોમાં દાદાની મૂર્તિની સ્થાપના કરી પૂજા-અર્ચના કરવામાં આવે છે ત્યાર બાદ દાદાને ભાવભીની વિદાય આપવામાં આવતી હોય છે. આ દિવસો દરમિયાન દરરોજ સવાર-સાંજ બાપ્પાની પૂજા કરવામાં આવે છે, ખાસ કરીને બાળકો ભગવાન ગણેશને ખૂબ પસંદ કરે છે, પરંતુ બાપ્પાના વિસર્જનનો સમય આવતા જ ભક્તો ભાવૂક બની જાય છે.
આ પણ વાંચોઃ માન્યતા / પરિવારમાં આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ, જો ચંદ્રગ્રહણ પર અજમાવશો આ ઉપાય
છત્તીસગઢની નાની બાળકી રિદ્વિમા કશ્યપનો આવો જ એક ઈમોશનલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યારે એક પરિવાર બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવા ગયો ત્યારે એક નાની બાળકી રિદ્વિમા ભગવાન ગણેશની મૂર્તિને ગળે લગાવીને રડવા લાગી. છોકરી બાપ્પાને જવા દેવા માંગતી નથી, તેના પરિવારના સભ્યો છોકરીને સમજાવી રહ્યા છે કે બાપ્પાને તેની માતા પાસે જવા દો, આવતા વર્ષે બાપા આવશે, અમે તેને લેવા જઈશું. આ વિડિયો જોઇ દરેક વ્યક્તિ ભાવુક થઇ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.