મંજૂરી /
ગુજરાતમાં ખાનગી APMCનો રાફડો ફાટ્યો, 31માંથી ભાજપના દિગ્ગજ નેતાનું પણ પોતાનું માર્કેટયાર્ડ
Team VTV04:20 PM, 01 Jan 21
| Updated: 05:04 PM, 01 Jan 21
ગુજરાતમાં ખાનગી એપીએમસીનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. નોંધનીય છે કે, ગુજરાત સરકારે 31 ખાનગી એપીએમસીને આપી મંજૂરી આપી છે. આ ખાનગી એપીએમસીમાં ભાજપના એક ધારાસભ્યની ખાનગી એપીએમસીનો સમાવેશ થાય છે.
ખેડૂત આંદોલનને લઈને ખાનગી APMCને લગતા મોટા સમાચાર
ગુજરાતમાં 31 ખાનગી APMCને મંજૂરી
રાજ્યમાં 2007થી 2020માં 31 ખાનગી APMCને મંજૂરી
ભાજપના નેતાની APMCને મંજૂરી
નોંધનીય છે કે, ભાજપના નેતાઓની પણ ખાનગી એપીએમસીને રાજ્ય સરકારે આપી છે. ભાજપના એક ધારાસભ્ય અને કોર્પોરેટરેની ભાગીદારીમાં કર્ણાવતી એગ્રો માર્કેટીંગ એપીએમસીની શરૂઆત કરી છે. કર્ણાવતી એપીએમસી માટે વિંઝોલની સીમમાં કરોડોની કિંમતની 45 વિઘા જમીન ખરીદવામાં આવી છે અને તેનું કામકાજ હાલ ચાલી રહ્યું છે.
સૌથી વધુ 13 ખાનગી APMC બનાસકાંઠામાં
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 2007થી 2020માં 31 ખાનગી APMCને મંજૂરી આપવામાં આવી છે. જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ 13 ખાનગી APMC તથા અમદાવાદ, પાટણ, કચ્છમાં પણ ખાનગી APMCને મંજૂરી આપવામાં આવી છે. સરકારનો ખેડૂતોને ફાયદો થતો હોવાનો દાવો કરાયો છે તો બીજી તરફ સહકારી ક્ષેત્રે તૂટતું હોવાનું જોખમ સ્પષ્ટ પણે જણાઇ રહ્યું છે.
પ્રાઇવેટ APMCથી કેટલા ફાયદા?
પ્રાઇવેટ APMCથી ખેડૂતોને પુરતા ભાવ મળવાનો દાવો
પ્રાઇવેટ APMCથી વેપારીને 2 ટકા સેસ ચૂકવવો પડશે નહીં
પ્રાઇવેટ APMCથી માર્કેટમાં તંદુરસ્ત હરીફાઇ થશે
પ્રાઇવેટ APMCથી ખેડૂતોના ખેતરમાંથી ખરીદી કરી શકાશે
પ્રાઇવેટ APMCથી કેટલું નુકસાન?
પ્રાઇવેટ APMCથી સહકારી ક્ષેત્ર તૂંટી પડવાનો ભય
પ્રાઇવેટના પ્રવેશથી સહકારી ક્ષેત્રની APMCની સેસની આવક ઓછી થશે
ખરીદી ચાર્જ નાબૂદ થતા APMCને થશે 112 કરોડનું નુકસાન
નવા કૃષિ કાયદા આધારે ખરીદી ચાર્જ ઘટતા APMCને થશે નુકસાન
રાજ્યની 45 APMCની આવક શૂન્ય થઈ જશે
ખરીદી ચાર્જ નાબૂદથી રાજ્યની 45 APMC બંધ કરવાની નોબત આવશે
સહકારી APMCના અનેક કર્મચારીની નોકરી જોખમાશે
પ્રાઇવેટ APMCથી વેપારીઓ ભાવનો કાર્ટેલ રચી શકે છે
ભાવનો કાર્ટેલ રચાઇ તો ખેડૂતોને પુરતો ભાવ ન મળે તેવી સંભાવના
MSPનો કાયદો અસ્તિત્વમાં ન હોવાથી વેપારીઓ શોષણ કરી શકે.