બ્રેકિંગ ન્યુઝ
VTV / list of new pre paid plan list of airtel
Parth
Last Updated: 12:39 PM, 3 December 2019
ADVERTISEMENT
3 ડિસેમ્બરથી લાગુ નવા પ્લાન
એરટેલનાં નવા પ્લાન સામે આવ્યા છે. કંપનીનાં નવા પ્લાન 3 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. નવા પ્લાનની સાથે ઘણા નવા લાભો પણ આપવામાં આવશે. ગયા મહીને જ બધી ટેલીકોમ કંપનીઓએ ટેરિફ પ્લાન મોંઘા કરવાનો નિર્ણય લઇ લીધો હતો. હવે કંપનીઓ દ્વારા નવા પ્લાન સામે આવ્યા છે. પ્રીપેડ પ્લાનમાં વધારા સાથે કંપનીઓ નવા પ્લાન મુકવા જઈ રહી છે.
ADVERTISEMENT
કંપનીએ દેશભરમાં પોતાના 4G નેટવર્કને સુધારવા માટે ગ્રાહકોથી વાયદો કર્યો છે. કંપનીએ કહ્યું કે નવા મોબાઈલ પ્લાન ગ્રાહકો માટે વેલ્યુ અને ફાયદાઓ લઈને આવ્યું છે. 50 પૈસા પ્રતિદિનથી વધારી હવે 2.84 રૂ. પ્રતિ દિનનો પ્લાન આપવામાં આવ્યો છે.
શોર્ટ ટર્મ પ્લાન:
19 રૂપિયા
કંપનીનો સૌથી નાનો પ્લાન 19 રૂપિયાનો છે જેમાં અનલિમિટેડ કૉલ, 100 sms અને 150 MB ડેટા આપવામાં આવે છે.
પહેલાં 35 હવે 49
આ પ્લાનની વેલીડીટી 28 દિવસની રહેશે જેમાં 100 MB ડેટા અને 38 રૂપિયાનું ટોકટાઈમ આપવામાં આવશે.
પહેલાં 65 હવે 79
200 MB ડેટા અને 63 રૂપિયાનું ટોકટાઈમ જે 28 દિવસ સુધી માન્ય રહેશે
248 રૂપિયા
આ નવો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. જેમાં 28 દિવસ માટે અનલિમિટેડ કૉલ, 100 sms અને 1.5 GB ડેટા આપવામાં આવશે.
પહેલાં 448 હવે 598
લાંબા ગાળાનાં આ પ્લાનમાં 84 દિવસ માટે દરરોજ અનલિમિટેડ કૉલ, 100 sms અને 1.5 GB ડેટા આપવામાં આવશે
પહેલાં 499 હવે 698
આ પ્લાન હેઠળ ગ્રાહકને દરરોજ કૉલ, ડેટા અને sms આપવામાં આવશે સાથે સાથે એરટેલ થેંક્સનાં ફાયદા પણ આપવામાં આવશે.
વાર્ષિક પ્લાન
પહેલાં 998 હવે 1498
વાર્ષિક પ્લાન મુજબ આ પ્લાન 365 દિવસનો હોય છે જેમાં કુલ 24 GB ડેટા આપવામાં આવશે. અનલિમિટેડ કૉલ અને દર 28 દિવસે 300 sms આપવામાં આવશે
પહેલાં 1699 હવે 2398
પ્લાનમાં દરરોજ અનલિમિટેડ કૉલ, 100 sms અને 1.5 GB ડેટા આપવામાં આવશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.