સરહદ વિવાદ / ચીન તણાવની વચ્ચે ભારતે 2 મહિનામાં એટલી મિસાઈલો ટેસ્ટ કરી લીધી કે દુશ્મન દેશ વિચારતા થઈ જશે

list of missiles india has tested in last two months

બ્રહ્મોસના સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના એક નૌ સેનાના સ્વદેશ નિર્મિત એક વિધ્વંસકનું રવિવારે અરબ સાગરમાં સફળ પરીક્ષણની સાથે ભારતે અત્યાર સુધી બે મહિનાના ઓછા સમયમાં 11 મિસાઈલોનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલોના પરીક્ષણ એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે પૂર્વી લદ્દાખ (Northern Ladakh)માં વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actual Control) ઉપર ભારત અને ચીન વચ્ચે આશરે પાંચ મહિનાથી વધારે સમયથી તણાવની સ્થિતિ ચાલી રહી છે. જૂનમાં લદ્દાખની ગલવાન ઘાટીમાં આ તણાવ હિંસક ઝડપમાં તબ્દીલ થયો હતો. જેમાં 20 ભારતીય સૈનિકો પણ શહીદ થયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ