બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સ્થાનિક સ્વરાજ મતદાન: વૉટર ID ન હોય તો પણ આપી શકશો વોટ, આ 11 ડોક્યુમેન્ટ્સમાં કોઈ એક બતાવી દેજો

તમારા કામનું / સ્થાનિક સ્વરાજ મતદાન: વૉટર ID ન હોય તો પણ આપી શકશો વોટ, આ 11 ડોક્યુમેન્ટ્સમાં કોઈ એક બતાવી દેજો

Last Updated: 10:34 AM, 16 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી પાસે પાસે વૉટર ID આઈડી કાર્ડ નથી અને છતાં પણ તમારે મત આપવો હોય તો તે શક્ય છે. વૉટર ID આઈડી કાર્ડ ન હોય તો પણ કેટલાક ડોક્યુમેન્ટના આધારે મતદાન કરી શકાય છે.

આપણા દેશમાં 18 વર્ષની વયે મતદાનનો અધિકાર મળે છે, અને મતદાન કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે. ઘણીવાર આપણે મતદાન કરવું હોય છે પણ વૉટર ID આઈડી કાર્ડ ન હોવાને આપણે મતદાન મથકે જતાં નથી પણ હવે જો તમારી પાસે વૉટર ID આઈડી કાર્ડ ન હોય તો પણ મતદાન કરી શકાય છે. ચૂંટણી પંચે વૉટર ID આઈડી કાર્ડ વગર પણ મતદાન કરી શકાય તે માટેની જોગવાઈ કરી છે. ચૂંટણી પંચે અન્ય એવા ડોક્યુમેન્ટનું લિસ્ટ બહાર પાડ્યું છે જે ચૂંટણી કાર્ડની અવેજીમાં મતદાન કરવા માટે બતાવી શકાશે.

આ ડોક્યુમેન્ટથી કરો મતદાન

મતદાન માટે સૌથી પહેલા તો તમારું નામ મતદાન યાદીમાં હોવું જરૂરી છે. જો તમારુ નામ મતદાન યાદીમાં છે તો ચૂંટણી કાર્ડની અવેજીમાં આ ડોક્યુમેન્ટનો મદદથી વોટિંગ કરી શકો છો.

આ રહ્યું ડોક્યુમેન્ટનું લિસ્ટ

  • પાન કાર્ડ
  • ઇન્ડિયન પાસપોર્ટ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • આધાર કાર્ડ
  • પોસ્ટ ઓફિસ કે બેન્ક દ્વારા આપેલ પાસબુક
  • મનરેગા જોબ કાર્ડ
  • શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલું હેલ્થ ઈન્સ્યોરન્સ કાર્ડ
  • ફોટો વાળું પેન્શન કાર્ડ
  • NPR દ્વારા અપાયેલું સ્માર્ટ કાર્ડ
  • MPs/MLAs/MLCs દ્વારા આપવામાં આવેલું ઓફિશિયલ ઓળખ કાર્ડ
  • કેન્દ્ર/ રાજ્ય સરકાર કે પબ્લિક લિમિટેડ કંપની દ્વારા આપવામાં આવેલું ઓળખ કાર્ડ

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની 1800થી વધુ બેઠકો માટે મતદાન શરૂ, સોનગઢમાં વોર્ડ નંબર 7માં બે EVM ખોટકાયા

ખાસ યાદ રાખો કે આઆ તમામ ડોક્યુમેન્ટની પ્રિન્ટ કે ઝેરોક્ષ કોપી આધાર ડોક્યુમેન્ટ તરીકે ચાલશે નહીં. તમારે મતદાન કરવા માટે આમાંથી કોઈપણ એક ઓરિજિનલ દસ્તાવેજ લઈને જવાનું રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Voter ID Utility News Election Commission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ