બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / પંચમહાલમાં દારૂની રેલમછેલ, લગ્નમાં ગાડી પર ચડીને ડાન્સ અને દારૂનો વીડિયો વાયરલ

વાયરલ / પંચમહાલમાં દારૂની રેલમછેલ, લગ્નમાં ગાડી પર ચડીને ડાન્સ અને દારૂનો વીડિયો વાયરલ

Last Updated: 06:45 PM, 15 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલમાં દારૂ પીતા પીતા ડાન્સ કરવાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ અને કાયદો વ્યવસ્થા સાથે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. લગ્ન પ્રસંગમાં ખુલ્લેઆમ દારૂ પીતા યુવાનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

પંચમહાલ : ગુજરાતમાં દારૂબંધી હવે માત્ર દંભ બની ચુકી છે. નેતાઓ અને પોલીસના ખીચ્ચા ગરમ કરવાનું સાધન બની ગયેલી દારૂબંધીનાં વીડિયો રોજિંદી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. વીડિયો વાયરલ થયા બાદ પોતાની થુંથું થતી અટકાવવા માટે પોલીસ દ્વારા દેખાવ પુરતી કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

પંચમહાલનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ

પંચમહાલમાં દારૂ પીતા પીતા ડાન્સ કરવાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ અને કાયદો વ્યવસ્થા સાથે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. લગ્ન પ્રસંગમાં ખુલ્લેઆમ દારૂ પીતા યુવાનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયો ગોધરા નજીક કોઈ ગામનો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાડીના છાપરે ચઢી ડાન્સ કરતાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ડીજે વાગી રહ્યુ છે. લોકો નાચી રહ્યા છે. ત્યારે અચાનક એક યુવાન નાચતા લોકો વચ્ચે બોલેરો ગાડી લાવીને ઉભી રાખે છે. ગાડીના છાપરે હાથમાં બોટલ સાથે ચડે છે. ગાડીના છાપરે ચડીને નાચવા લાગે છે. તેના હાથમાં રહેલી દારૂની બોટલમાંથી દારૂ પીવા લાગે છે. હાલ તો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ટુંક જ સમયમાં પોલીસનો માફી માંગતો વીડિયો પણ આવી જશે. સમગ્ર મામલો શાંત થઇ જશે.

પોલીસ હવે ટ્રોલર આર્મી બની ચુકી છે

સોશિયલ મીડિયા પર ચાલતી વોરમાં પોલીસ પણ એક સોશિયલ મીડિયાના ટ્રોલર જેવું વર્તન કરતી જોવા મળે છે. જેવો કોઇ વીડિયો વાયરલ થાય એટલે તરત જ પોલીસ દ્વારા આરોપીને પકડીને તેની માફી મંગાવતો વીડિયો બનાવીને પોસ્ટ કરી દેવામાં આવે છે. જેથી વીડિયો સામે વીડિયો વાત પુરી. પરંતુ શું આટલું કર્યે જ વાત પુરી થઇ જાય છે ખરી? કારણ કે કાયદો અને વ્યવસ્થાની ખુલ્લેઆમ ધજ્જી ઉડાવતા લોકોને આના કારણે વધારે હવા મળે છે. કાર્યવાહીનાં નામે હળવી કલમો લગાવાયેલી હોવાથી આરોપીને ટેબલ જામીન મળી જતા હોય છે. એટલે કે પોલીસ સ્ટેશન પર માફીનો વીડિયો બનાવ્યાની બીજી મિનિટે તે વ્યક્તિ આઝાદ હોય છે. કારણ કે પોલીસ પણ બધુ જાણતી હોય છે. પરંતુ જો કડક કાર્યવાહી કરે તો તેમનો આવકનો સ્ત્રોત બંધ થાય અને કાર્યવાહી ન કરે તો આબરૂ જાય. ત્યારે પોલીસે હવે વચ્ચેનો રસ્તો શોધી કાઢ્યો છે. જેથી અલ્લાહ પણ ખુશ અને મહોલ્લા પણ ખુશ.

Vtv App Promotion 1

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Panchmahal liquor party Panchmahal viral video Panchmahal Police
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ