બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:51 PM, 23 January 2025
શેર માર્કેટમાં રિસ્ક હોવા છતાં તે અમુક વખત રોકાણકારોને જોરદાર રિટર્ન આપે છે. એવા મલ્ટિબેગર શેરની યાદી લાંબી છે જેમાં દારૂ બનાવતી કંપની પિક્કેડિલી એગ્રોના શેરનો પણ સમાવેશ થાય છે. કેમ કે, પાંચ વર્ષ પહેલાં આ સ્ટોકમાં માત્ર 1 લાખ રૂપિયાનું રોકાણ કરનારાઓની રકમ હવે 91 લાખ રૂપિયાથી વધુ થઈ ગઈ છે.
ADVERTISEMENT
1994 માં શરૂ થયેલી પિક્કેડિલી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (PAIL) એક ભારતીય કંપની છે. જે દારૂનું ઉત્પાદન કરે છે અને તેની સિંગલ મોલ્ટ વ્હિસ્કી ઇન્દ્રીએ ઘણા ટાઇટલ પણ જીત્યા છે. આ કંપનીના શેર મલ્ટિબેગર રિટર્ન આપીને રોકાણકારોને માલામાલ બનાવી રહ્યા છે. કેમ કે, પાંચ વર્ષ પહેલા 24 જાન્યુઆરી 2020ના રોજ કંપનીના એક શેરની કિંમત ફક્ત 8.58 રૂપિયા હતી, જે અત્યાર સુધીમાં 780 રૂપિયાથી પણ વધી ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે આ શેર ઘટાડા બાદ 788.60 પર બંધ થયો હતો.
ADVERTISEMENT
8 રૂપિયાનો શેર 788 રૂપિયાને વટાવી ગયો છે. જો આપણે તે મુજબ રિટર્નની ગણતરી કરીએ તો તે 9091.14 ટકા થાય છે. મતલબ કે કોઈ રોકાણકારે 24 જાન્યુઆરી, 2020ના રોજ કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને તેને અત્યાર સુધી જાળવી રાખ્યું હોત તો તેની રકમ વધીને 91 લાખ 91 હજાર રૂપિયા થઈ ગઈ હોત.
જો આપણે પાંચ વર્ષના સમયગાળા દરમિયાન આ સ્ટોકની વાત કરવી હોય તો 8 રૂપિયાનો આ શેર ત્રણ વર્ષમાં ખૂબ જ ધીમી ગતિએ આગળ વધ્યો હતો અને જાન્યુઆરી 2023માં તેની કિંમત 40 રૂપિયાની આસપાસ પહોંચી હતી. પરંતુ બાદમાં તેમાં વધારો થયો હતો. 25 જાન્યુઆરી 2024 ના રોજ તેની કિંમત 292.20 રૂપિયા થઈ ગઈ અને ડિસેમ્બર 2024 માં તે 1019.90 રૂપિયાના ઉચ્ચ સ્તરને સ્પર્શી ગઈ. જોકે આ વર્ષની શરૂઆતમાં તેમાં 15 ટકાનો ઘટાડો થયો છે.
ઇન્દ્રી સિંગલ મોલ્ટ ઇન્ડિયન વ્હિસ્કીને બે વાર વિશ્વની બેસ્ટ વ્હિસ્કીનો એવોર્ડ મળ્યો છે, પ્રથમ વર્ષ 2023માં અને બાદમાં વર્ષ 2024 માં, ઇન્દ્રીને 'વ્હિસ્કી ઓફ ધ વર્લ્ડ' એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડ્સની અસર કંપનીના શેર પર પણ જોવા મળી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.