અમદાવાદ / પૈસા કમાવવાનો નવો રસ્તો, દારૂની પેટીને ભાડુઆત તરીકે રાખો, પેટીદીઠ તગડું ભાડું મેળવો

Liquor Box rent police crime

કુબેરનગર અને સરદારનગરને અમદાવાદનાં દીવ-દમણ ગણવામાં આવે છે, કારણ કે અહીંયાં દેશી દારૂથી લઇને કોઇ પણ બ્રાન્ડનો દારૂ બિનધાસ્ત વેચાય અને પીવાય પણ છે. પોલીસ દારૂના અડ્ડા પર મેગા ડ્રાઇવ કરીને સખત્ત કાર્યવાહી કરે તો પણ દારૂ તો વેચાય છે તેનું કારણ એટલું જ છે કે બુટલેગરોએ પોલીસની ધોંસથી બચવા માટે નવો ઉપાય શોધી લીધો છે. બુટલેગરો તેમના પરિ‌િચત લોકોના મકાનમાં દારૂ છુપાવી રહ્યા છે અને તેના માટે પેટીદીઠ ભાડું પણ ચૂકવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ