અમદાવાદ: ગુજકોટના કંપાઉન્ડમાં મળી દારૂની બોટલો, સરકારી આલમમાં ખળભળાટ

By : hiren joshi 11:29 AM, 09 August 2018 | Updated : 11:29 AM, 09 August 2018
અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે. અમદાવાદ ગુજકોટના કંમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો મળી આવતા સરકારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જુદી જુદી વિદેશી બ્રાન્ડની દારૂની ખાલી બોટલો મળી આવી છે. એમડી ઓફિસની બારીના સામે જ દારૂની ખાલી બોટલો પડી રહી હતી. દારૂબંધી હોવા છતાં ગુજકોટ કચેરીમાં દારૂની બોટલો મળી આવતા અનેક પ્રકારના સવાલો ઉભા થાય છે.

ગુજરાતનાં દારૂબંધીનો અમલ માત્ર કાગળ પર કેમ? કેમ ગુજરાતમાં દારૂબંધીનો અમલ થતો નથી? દારૂબંધીનો અમલ ન કરનાર સામે કેમ કાર્યવાહી થતી નથી? ગુજરાતમાં દારૂબંધીનો અમલ કયારે થશે? ગુજકોટના કંમ્પાઉન્ડમાં કેવી રીતે આવી દારૂની ખાલી બોટલો?

જુદી જુદી વિદેશી બ્રાન્ડની દારૂની ખાલી બોટલો કયાંથી આવી હશે? દારૂબંધી હોવા છતા, ગુજકોટ કચેરીમાં દારૂની ખાલી બોટલો? MD ઓફીસની બારીના સામે કેવી રીતે આવી દારૂની ખાલી બોટલો? સમગ્ર મામલે તપાસ થશે? જેવા તમામ પ્રકારના સવાલો ઉભા થાય છે.Recent Story

Popular Story