Liquor Bottles Found from gujarat university campus Ahmedabad
અમદાવાદ /
વિદ્યાના ધામમાં દારૂની મહેફિલઃ ગુજરાત યુનિવર્સિટીમાં કેમ્પસમાંથી દારૂની બોટલો મળી
Team VTV06:39 PM, 18 Nov 19
| Updated: 07:05 PM, 18 Nov 19
ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણવામાં આવી હોવાના પુરાવા મળ્યા છે. વિદ્યાના ધામમાં જ દારૂની મહેફિલ માણવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાંથી જ દારૂની બોટલો મળી આવી છે. ત્યારે અહીં સવાલ એ છે કે આખરે યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની બોટલ ક્યાંથી આવી? કોની રહેમનજર હેઠળ આ બોટલો કેમ્પસમાં લાવવામાં આવી? સાથે જ જવાબદારો વિરુદ્ધ ક્યારે પગલા ભરાશે તે મોટો સવાલ છે.
વિદ્યાના ધામમાં જ દારૂની મહેફિલ
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાંથી જ દારૂની બોટલો મળી
દારૃની મહેફીલ થતી હોવાની એનએસયુઆઈએ ફરિયાદ ઉઠાવી
ગુજરાત યુનિવર્સિટીમાં દારૃની મહેફીલ થતી હોવાની એનએસયુઆઈએ ફરિયાદ ઉઠાવી છે. યુનિ.કેમ્પસમાંથી ઈંગલિશ દારૃની બોટલ અને પેકેટ મળ્યા હતા. જેને લઈને એનએસયુઆઈએ રાતના સમયે દારૃની મહેફીલ થતી હોવાથી તાત્કાલિક જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માગ કરી છે.
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં અંગ્રેજી દારૃની બોટલ અને તેનું પેકેટ મળ્યા હતા. અગાઉ પણ થોડા સમય પહેલા યુનિ.કેમ્પસમાંથી દારૃની બોટલ મળી હતી કેમ્પસમાં રોડ પર જ દારૃની બોટલ મળતા એનએસયુઆઈએ રાતના સમયે દારૃની મહેફીલ જામતી હોવાની ફરિયાદ કરી છે.
યુનિ.કેમ્પસમાં જોઈએ તેટલી પુરતી સીક્યુરિટી છે નહીં અને યુનિ.માં નવા ચાર ગેઈટ બનાવી દેવાયા છે તેમજ નવા રસ્તાઓ બનાવી દેવાયા છે જે સાથે સિક્યુરિટી પોઈન્ટ વધ્યા છે પરંતુ માંડ ૫૦ ટકા જેટલા જ સિક્યુરિટી ગાર્ડ છે.
યુનિ.કેમ્પસમાં રાતના સમયે કેટલાક બહારના લુખ્ખા તત્વો પણ આવીને દારૃની મહેફીલ માણત હોવાની ફરિયાદ છે.આ અંગે યુનિ.ના એસ્ટેટ વિભાગને પણ એનએસયુઆઈ દ્વારા ફરિયાદ કરવામા આવી છે.
મહારાષ્ટ્રમાં સત્તા બનાવવાને લઈને અટકળો ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી પ્રમુખ શરદ પવાર વચ્ચે મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સરકાર બનાવવા પર આજે ચર્ચા...