બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / liquor ban gujarat government police
Divyesh
Last Updated: 12:16 PM, 2 March 2020
ADVERTISEMENT
હાલમાં જ કચ્છ, સુરત, ભરૂચ અને પાટણમાં હાલમાં જ દારૂબંધીના ધજાગરા ઉડેલા જોવા મળ્યાં હતા. ત્યારે આજે ફરી ઉત્તર ગુજરાતના મહેસાણાના પાલાવાસણા પાસેથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો છે.
ADVERTISEMENT
પોલીસે જપ્ત કરેલા દારૂના ટ્રકમાંથી અંદાજે 25.74 લાખના દારૂ સાથે એકની ધરપકડ કરી છે. પોલીસે જે શખ્સની ધરપકડ કરી છે તેની ઓળખ સંદીપ ઉદયવીર તરીકે થઇ છે. પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
જો કે પ્રાપ્ત મળતી વિગત અનુસાર આ દારૂનો જથ્થો અમદાવાદ પહોંચાડવાનો હતો. મહેસાણા પોલીસે ચેકિંગ દરમિયાન ટ્રક ઝડપી પાડીનો આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદમાં શિક્ષકના ઘરેથી મળ્યો વિદેશી દારૂનો જથ્થો
જ્યારે બીજી તરફ દાહોદ ખાતે પણ એક ઘટના બની છે. એક શિક્ષક જે ભાવિ નાગરિતનું ઘડતર કરે છે. એક શિક્ષક જેની પાસે સમાજને ઘણી અપેક્ષા હોય છે. ત્યારે શિક્ષકના જ ઘરે મળતો દારૂનો જથ્થો અનેક સવાલ ચોક્કસ ઉભા થયા છે. શિક્ષક જ આવી હરકત કરશે તો આદર્શ સમાજની અપેક્ષા કોની પાસે રાખી શકાય.
સુરતના વેસુમાં વધુ એક દારૂની મહેફિલ ઝડપાઇ
સુરતના વેસુમાંથી વધુ એક દારૂની મહેફિલ ઝડપાઇ છે. કાસા બ્લેન્કા હોટલમાંથી દારૂની મહેફિલ ઝડપાઇ છે. જેમાં 6 જેટલા નબીરીઓ દારૂની મહેફિલ માણી રહ્યાં હતા. જેમાં પોલીસને આ વાતની જાણ થતાં રેડ પાડીને મુંબઇના 5 સહિત 6 લોકોની ધરપકડ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.