Lion reaches near Rajkot city spotted near Aji dam
સિંહ /
ડાલામથ્થો હવે રાજકોટ શહેર સુધી; આજી ડેમ પહોંચ્યો વનરાજ; લોકોમાં ફફડાટ
Team VTV07:09 PM, 22 Jan 20
| Updated: 11:28 PM, 22 Jan 20
બે સિંહોએ સોમવારે રાત્રે રાજકોટ શહેરની સરહદે આવેલા આજી ડેમ પાસે એક ભૂંડનું મારણ કર્યું હતું. ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરફથી મળતી માહિતી મુજબ આ સિંહો છેલ્લે રાજકોટથી 30 કિમી દૂર જસદણ તાલુકામાં ભાદલા થી ભંડારિયા ગામની વચ્ચે દેખાયા હતા.
આ સિંહોએ કાલીપત અને ત્રામ્બા ગામ પાસે જે રાજકોટથી ફક્ત 20 કિમી દૂર છે ત્યાં ભૂંડનું મારણ કર્યું હતું.
પ્રતિકાત્મક તસ્વીર
અધિકારીના મતે તેમને માહિતી મળી કે સોમવારે બપોરે બે સિંહો ત્રામ્બાથી રાજકોટ ખસી રહ્યા છે. જંગલ ખાતાએ 3 ટીમો બનાવીને સિંહની શોધખોળ આદરી હતી પરંતુ તેમને સિંહો મળ્યા નહિ પરંતુ આજી ડેમ પાસે બંને સિંહોની ફૂટપ્રિન્ટ્સ એટલે કે તેમના પગના નિશાન મળ્યા હતા.
આજી ડેમ (Source : Youtube)
જસદણના એક રેન્જ ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે ચોટીલા આવી ચડેલા સિંહોના કોલર ID પરના સિગ્નલ ઉપરથી જાણવા મળ્યું કે તેઓ ભાદલા થી ભંડારિયા ગામ તરફ ખસી રહ્યા છે.