સિંહની લટાર / ગીરગઢડામાં ચાર ડાલામથ્થાએ રસ્તો રોકતા 108 એમ્બ્યુુલન્સમાં માતાએ બાળકને જન્મ આપ્યો

lion on road in girgadhda somnath pregnant ledy deliver child in ambulance

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં સિંહના ટોળાએ 108 એમ્બ્યુલન્સે ગત મોડી રાત્રે રોકી હતી. એમ્બ્યુલન્સમાં મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી રહી  હતી. આ દરમિયાન એકાએક જ રસુલપરા પાસે સિંહના ટોળાએ એમ્બ્યુલન્સને રોકી. ત્યારે એકાએક મહિલાને દુખાવો થયો હતો. સિંહના ટોળા રસ્તા પર આંટાફેરા મારતા એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં પહોંચી શકતી ન હતી. આ દરમિયાન 108 એમ્બ્યુલન્સના સ્ટાફે રસ્તામાં જ મહિલાની પ્રસુતિ કરાવી હતી. ત્યાર બાદ દર્દીને ગીર ગઢડા હોસ્પિટલમાં ખસેડાઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ