બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:25 PM, 3 August 2024
રાજ્ય સરકાર દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે. ત્યારે વર્ષ 2025 માં સિંહની વસ્તી ગણતરી કરવામાં આવશે. છેલ્લા વર્ષ એટલે કે વર્ષ 2020 માં સિંહોની સંખ્યા 647 નોંધાઇ હતી.
ADVERTISEMENT
આ બાબતે પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફિસર નીત્યાનંદ શ્રીવાસ્તવએ જણાવ્યુ હતુ કે આગામી વર્ષ 2025 માં સિંહની વસ્તી ગણતરી કરવામાં આવશે. ગત વર્ષે કોરોનાકાળમાં વર્ષ 2020 માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. કોરોનાકાળના કારણે વધારે લોકો તેમાં ભાગ લઇ શક્યા ન હતા. પરંતુ આગામી વસ્તી ગણતરીમાં દેશભરની એનજીઓ અને વિવિધ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટીટ્યુટના અધિકારીઓ સિંહની વસ્તી ગણતરીમાં ભાગ લઇ શકશે.
ADVERTISEMENT
ત્રણ જગ્યા પર ઝૂ સફારી બનશે
વધુમાં તેઓએ જણાવ્યું તુ કે હાલમાં ભારત સરકાર દ્વારા ત્રણ જગ્યા પર ઝૂ સફારી બનાવવાની પરમિશન આપવામાં આવી છે. જેમાં કોટેશ્વર, કેવડિયા કોલોની અને માંડવીના નલિયામાં ઝૂ સફારી બનાવવાની મંજૂરી સેન્ટ્રલ ઝૂ અર્થોરિટી દ્વારા આપવામાં આવી છે. જે બાબતેની કામગીરી સુપ્રીમ કોર્ટમાંથી ઓર્ડર મળ્યા બાદ કરવામાં આવશે.
આ પણ વાંચો: લક્ષ્ય સેને ઇતિહાસ રચ્યો, બેડમિન્ટનમાં મેન્સ સિંગલ્સની સેમી ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરુષ શટલર
બીજી તરફ કચ્છમાં ચિત્તા બ્રિડીંગ સેન્ટર બનાવવામાં આવશે. ઉપરાંત કરછ ચિત્તાઓ માટે અનુકૂળ જગ્યા હોવાના કારણે વિવિધ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ભારત સરકાર દ્વારા ચીત્તો મોકલવામાં આવ્યા બાદ બ્રિડીંગ શરૂ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.