તમારા કામનું /
બસ હવે બચ્યાં ફક્ત 13 દિવસ, 31 માર્ચ પહેલા કરાવી લેજો PAN-AADHAR લિંક નહીંતર પેનલ્ટી
Team VTV09:26 PM, 18 Mar 23
| Updated: 01:42 PM, 19 Mar 23
પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક નહીં હોય તો તેને 31મી માર્ચ 2023 સુધીમાં લિન્ક કરાવવાનું રહેશે. જો સમયસર બંને વસ્તુને લિન્ક કરાવવામાં નહીં આવે તો હજારો રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે
પાન-આધારકાર્ડથી લિંક કરી લેજો
લિંક માટે અંતિમ તારીખ 31 માર્ચ
સમયથી પહેલા કરી લેજો લિંક
પાન કાર્ડ સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ મહિનાની આખલ તારીખ એટલે 31મી માર્ચ 2023 સુધીની છે. જે કોઈ પણ વ્યક્તિનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક નહીં હોય તો તેને 31મી માર્ચ 2023 સુધીમાં લિન્ક કરાવવાનું રહેશે. જો સમયસર બંને વસ્તુને લિન્ક કરાવવામાં નહીં આવે તો હજારો રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ત્યારે શું કરવાથી દંડથી બચી શકાય છે.
31 માર્ચ સુધી 1000 રૂપિયામાં થઈ જશે કામ
હાલ આ તારીખ ખૂબ જ ચર્ચાઈ રહી છે. ચારે તરફ માત્ર 31 માર્ચની જ ચર્ચા થઈ રહી છે. પરંતુ કેમ ? કેમ કે પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2023 સુધીની છે. જો 31 માર્ચ સુધી બંને કાર્ડને લિંક કરવામાં આવશે તો માત્ર 1000 રૂપિયાનો દંડ ભરવો પઢશે. જે આવું નહી કરવામાં આવે તો પાન કાર્ડ બંધ થઈ જશે.
નહીં તો ચૂકવવી પડશે ભારે પેનલ્ટી
આવકવેરા વિભાગે PAN કાર્ડ ધારકોને એક તાકીદરૂપે એક નોટિસ જાહેર કરવામાં આવી હતી કે, PAN આધાર લિંક ફરજિયાત કરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગે લોકોને સ્પષ્ટ કહ્યું છે કે 1 એપ્રિલથી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. તેથી જો PAN ધારકો તેને નિર્ધારિત સમયમાં લિંક નહીં કરે તો તેમને ભારે નુકસાનનો સામનો પણ કરવો પડશે. નિષ્ક્રિય PANનો ઉપયોગ કરવા પર રૂપિયા 10,000ની પેનલ્ટી થઈ શકે છે. આવકવેરા વિભાગે પાન કાર્ડ ધારકોને કહ્યું છે કે કૃપા કરીને વિલંબ ન કરો, આજે જ તમારા PAN ને આધાર સાથે લિંક કરો.
ગ્રામ્ય વિસ્તારમાં લોકો હજુ અસમંજસમાં
આવકવેરા વિભાગની સૂચના પ્રમાણે આવકવેરા અધિનિયમ 1961 મુજબ, તમામ PAN ધારકો જે મુક્તિ શ્રેણી હેઠળ આવતા નથી, તેઓએ 31 માર્ચ, 2023 પહેલા તેમના PAN નંબરને આધાર નંબર સાથે લિંક કરવાનો રહેશે. પાનકાર્ડ ઇનએક્ટિવ થવા પર મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક એકાઉન્ટ ખોલવાની મંજૂરી પણ નહીં મળે. પાનકાર્ડ ઇનએક્ટિવ હશે તો ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં પણ મુશ્કેલી પડશે. સરકાર તરફથી અપાયેલી યોજનાઓનો લાભ લેવામાં પણ મુશ્કેલી સર્જાશે. પરંતુ સામાન્ય નાગરિક અને ગ્રામિણ વિસ્તારનો ખેડૂત કઈ રીતે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિન્ક કરશે. પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવવાનો મામલો હાલ ખૂબ જ જટીલ બન્યો છે. અશિક્ષિત લોકો તો ઠીક શિક્ષિત લોકોને પણ આધારકાર્ડ સાથે પાન કાર્ડ લિન્ક કરવામાં ફાફા પડી રહ્યા છે. ત્યારે લાખોની સંખ્યામાં દેશમાં આવેલા અશિક્ષિત લોકો કઈ રીતે લિન્ક કરાવશે તે મોટો સવાલ રહ્યો છે.