ચક્રવાત / તંત્ર અલર્ટ મોડ પર : 'મહા' વાવાઝોડું ટકરાશે જ, ગુજરાતમાં હાલ આ જગ્યાએ જવાનું ટાળજો

Likely to Cross Gujarat coast between Diu and Porbandar as Maha Cyclonic

મહા વાવાઝોડાને લઈને હવામાન વિભાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, મહા વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે 7 નવેમ્બર ટકરાશે.  જેની અસર કાંઠા વિસ્તારમાં દ્વારકાથી લઈને દીવ સુધી જોવા મળશે. જોકે હાલ વાવાઝોડું દરિયામાં નબળું પડી રહ્યું છે. પરંતુ તે ગુજરાતના દરિયા કિનારે તો ટકરાશે જ. જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જોકે હાલ વાવાઝોડાને લઈને તંત્રને પણ અલર્ટ કરી દેવામાં આવ્યું છે. સાથે-સાથે સુરક્ષા ટીમોને પણ દરિયા કિનારાના વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. સાથે જ લોકોને દરિયાકાંઠા વિસ્તારોથી દૂર રહેવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ