like Asit Vora. J.J. Vora's executive meeting could not be overturned, HNGU marks reform scam 'frozen' for 4 years
વાડના ચીભડાં /
અસિત વોરાની જેમ જે. જે. વોરાનું પણ કારોબારી બેઠક કઈ ઉખાડી ન શકી, HNGU ગુણ સુધારણા કૌભાંડ 4 વર્ષથી 'થીજી' જ ગયું
Team VTV08:54 PM, 24 Jan 22
| Updated: 08:55 PM, 24 Jan 22
ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં 2018 ની સાલમાં થયેલ MBBS ગુણ સુધારણા કૌભાંડના મામલે સરકાર દ્વારા નિમાયેલ સચિવ પંકજકુમારનાં અહેવાલમાં કુલપતિ જે.જે. વોરાનું નામ.હવે શું ? સૌની નજર
પાટણ ગુણ સુધારણા કૌભાંડની તપાસ
તપાસ મુદ્દે કારોબારીની બેઠક યોજાઈ
કારોબારી પાસે એક્શનની કોઈ સત્તા નહિ
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં 2018 ની સાલમાં થયેલ MBBS ગુણ સુધારણા કૌભાંડના મામલે સરકાર દ્વારા નિમાયેલ સચિવ પંકજકુમારને તપાસ સોંપવામાં આવી હતી તપાસમાં સામે આવ્યું હતું કે 2018 માં ગુણ સુધારણા કૌભાંડ થયું છે જેમાં મુખ્ય તત્કાલીન કેમેસ્ટ્રી વિભાગના વડા જે.જે. વોરા સામેલ છે તેઓની સહી દ્વારા આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું જે બાબતે આજે આ મુદ્દાને લઈને કારોબારીની બેઠક યોજાવામાં આવી હતી.
પાટણ ગુણ સુધારણા કૌભાંડ,જવાબ 'બંધ' કવરમાં
જેમાં કુલપતિ જે.જે.વોરાએ કારોબારી સમિતિને પોતાનો જવાબ બંધ કવરમાં રજૂ કર્યો હતો જેમાં 2018 નું એમ.બી.બી.એસ ગુણ સુધારણા કૌભાંડમાં જે.જે. વોરા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના હતી. જોકે કુલપતિએ આપેલા બંધ કવરના જવાબને લઈને હાલ કારોબારી સભ્ય દિલીપ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં એમબીબીએસ સુધારણા મુદ્દે કુલપતિ માટે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે તેવી આશા હતી પરંતુ કારોબારી પાસે કુલપતિ સામે એકશન લેવાની કોઈ સત્તા ના હોવાના લીધે આ નિર્ણય લઈ શકાયો નથી. અને વધુ વિસ દિવસ માટે આ કારોબારી ઠેલાઈ છે. હાલ પૂરતી કમિટી નિમવામાં આવી છે જેમાં વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓની કમિટી બનાવી વિસ દિવસ માટે હાલ આ મુદ્દે વિરામ લેવામાં આવ્યો છે.
જો કે આ સમગ્ર કૌભાંડ બાબતે જેજે વોરા સાથે વાત કરવામાં આવતા કૌભાંડી કુલપતિ જેજે વોરાએ વી.ટીવી ન્યુઝને જણાવ્યું હતું કે હું નિર્દોષ છું જોકે સમગ્રને કૌભાંડમાં સંડોવાયેલાઓને તેમજ કારોબારી દ્વારા યેન-કેન પ્રકારે કુલપતિને બચાવવાની કોશિશ કરવામાં આવતી હોય તે પ્રકારનો ઘાટ ઘડાવા પામ્યો છે.