બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના સરથાણામાં રાજહંસ બિલ્ડિંગ પર ત્રાટકી વીજળી, લાઈવ દ્રશ્યો જોનારા થરથરી ગયા
Last Updated: 04:17 PM, 16 June 2025
સુરતના સરથાણામાં વીજળી પડવાના LIVE દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે
ADVERTISEMENT
સુરતના સરથાણામાં વીજળી પડવાના LIVE દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. રાજહંસ હાઈરાઈઝ ઈમારત પર વીજળી પડવાના દ્રશ્યો સ્થાનિકોના મોબાઈલમાં કેદ થયા હતા.વીજળી પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.મોબાઇલમાં કેદ થયેલા વીડિયોમાં રાજહંસ હાઈરાઈઝ ઈમારત પર કઇ રીતે વીજળી ત્રાટકે છે તે જોઇ શકાય છે.
વરસાદની સીઝનમાં આટલું કરો
ADVERTISEMENT
વીજળી ચમકતી હોય આવી સ્થિતિમાં ઘરના ધાબા પર ન જવુ જોઈએ. સાથે જ કોઈ પણ એવી વસ્તુઓ પાસે ન જવું જોઈએ જે વીજળીને પોતાની તરફ ખેંચતું હોય. ધાતુના પાઈપ, નળ, ફુવારા વગેરેથી દૂર રહેવું જોઈએ. જો તમે ઘરથી બહાર છો તો ક્યારેય પણ વીજળી ચમકતી હોય તેવી સ્થિતિમાં ઝાડની નીચે ન ઉભા રહો. બાઈક, વિજળી અથવા ટેલિફોનના થાંભલાઓ અથવા મશીનની આસપાસ ન ઉભા રહો.
એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર વર્ષે વીજળી પડવાથી સરેરાશ 2500 લોકોના મોત થઈ જાય છે. પાછલા પાંચ વર્ષોમાં વીજળી પડવાના કારણે કુલ 8291 લોકોના મોત થયા છે. વર્ષ 2016માં 1489, 2017માં 2057, 2018માં 2028, 2019માં 1771 અને 2020માં 946 લોકોના મોત થયા છે.
ADVERTISEMENT
વરસાદની મજા સજામાં ત્યારે ફેરવાઈ જાય છે જ્યારે વીજળી પડવાથી જાન માલને નુકસાન પહોંચે છે. જ્યારે વાવાઝોડા સાથે વરસાદ આવતો હોય અને વીજળી ચમકતી હોય ત્યારે તેનાથી બચવા માટે ક્યારેય ઝાડ, ખેતર, તણાવ વગેરેની પાસે ન ઉભા રહેવું જોઈએ. કારણ કે તેમની આસપાસ વીજળીની ઝપેટમાં આવવાની શક્યતાઓ વધુ હોય છે. જ્યારે બહાર વીજળી ચમકતી હોય તો ઘરની અંદરના ઈલેક્ટ્રોનિક ઉપકરણોને બંધ કરી દેવા જોઈએ. સાથે જ તાર વાળા ટેલિફોનનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. ઘરના દરવાજા અને બારી બંધ રાખવા જોઈએ.
વધુ વાંચો: LIVE: પૂર્વ CM વિજય રૂપાણીની અંતિમ યાત્રા, મોટી સંખ્યામાં લોકો અને રાજકીય નેતા જોડાયા
ADVERTISEMENT
વીજળી પડવા અંગે કઈ રીતે જાણ થઈ શકે?
જ્યારે પણ તમે આવી સ્થિતિમાં ઘરની અંદર અથવા બહાર હોવ અને તમારા માથાના વાળ ઉભા થઈ જાય ત્વચામાં કળતર થાય તો સમજી લો કે તમે વીજળીની ઝપેટમાં આવી શકો છો. માટે તત્કાલ બન્ને હાથોથી પોતાના કાન બંધ કરી લો. પંજા પર બંસી જાઓ. ધુટણની ઉપર કુણી હોવી જોઈએ. આ વાત ધ્યાન રાખો કે પોતાના શરીરનો જેટલે ભાગ જમીન સાથે જોડાયેલો હશે તામારા બચવાના ચાન્સ તેટલા જ વધારે છે.
ADVERTISEMENT
જો કોઈ વીજળી પડવાના કારણે ઘાયલ થયું છે કો તેને તરત સીપીઆર આપવું જોઈએ.કૃત્રિમ શ્વાસ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ કે તેને તરત પ્રાથમિક સારવાર મળી રહે. આ વાતનું ધ્યાન રાખો કે વીજળી હંમેશા ધરતીથી ઉંચી વસ્તુઓને જ ટકરાય છે. માટે ક્યારેય આવી સીઝવમાં ઉંચી બિલ્ડિંગ, ઝાડ અથવા થાંભલાની નીચે ન ઉભા રહો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.