બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:25 PM, 4 November 2024
Footballer Died Due To Lightning : રમત જગતમાંથી આવા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. વિગતો મુજબ ફૂટબોલ મેચ દરમિયાન અચાનક મેદાન પર વીજળી પડી. આના કારણે એક ખેલાડીનું મોત થયું હતું. જ્યારે રેફરી સહિત ઘણા ખેલાડીઓ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા છે. ગંભીર રીતે ઘાયલ ખેલાડીઓ અને રેફરીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દુઃખદ ઘટના પેરુથી સામે આવી રહી છે.
ADVERTISEMENT
3 નવેમ્બરના રોજ પેરુના ચિલાકામાં બે સ્થાનિક ક્લબ જુવેન્ટુડ બેલાવિસ્ટા અને ફેમિલિયા ચોકા વચ્ચે મેચ ચાલી રહી હતી. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. મેચનો પ્રથમ હાફ ચાલી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. આ સમય સુધીમાં જુવેન્ટુડ બેલાવિસ્તાએ મેચમાં 2-0ની સરસાઈ મેળવી લીધી હતી. આ દરમિયાન હવામાન ખરાબ થઈ ગયું હતું તેથી રેફરીએ તેની સીટી વગાડીને રમત બંધ કરી દીધી હતી.
In Peru, a soccer player died after being struck by lightning during a match
— NEXTA (@nexta_tv) November 4, 2024
The tragedy occurred on November 3 during a match between clubs Juventud Bellavista and Familia Chocca, held in the Peruvian city of Huancayo.
During the game, a heavy downpour began and the referee… pic.twitter.com/yOqMUmkxaJ
ADVERTISEMENT
આ સાથે જ ખેલાડીઓને મેદાન છોડી જવા માટે કહ્યું હતું. આ સમય દરમિયાન અચાનક વીજળી પડતાં ખેલાડીઓ ત્યાંથી જતા રહે છે. આ વીજળી 39 વર્ષના ખેલાડી જોસ હ્યુગો ડી લા ક્રુઝ મેસા પર પડે છે. જેઓ મૃત્યુ પામે છે. વીજળી પડવાને કારણે રેફરી સહિત 5 ખેલાડીઓ જમીન પર પડ્યા હતા.
આ અકસ્માતમાં 40 વર્ષનો ગોલકીપર જુઆન ચોકા ગંભીર રીતે દાઝી ગયો હતો. તેના શરીર પર દાઝવાના નિશાન પણ છે. વીજળી પડયા પછી જમીન પર પડેલા 1-2 ખેલાડીઓ પણ ઉભા થવાનો પ્રયાસ કરે છે. આ તમામ ઈજાગ્રસ્ત ખેલાડીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
વધુ વાંચો : VIDEO : યુનિ.માં કપડાં ઉતારીને બિંદાસ્ત ફરવા લાગી છોકરી, શિક્ષા ધામમાં ઘોર બેશરમી
ફૂટબોલરનું અગાઉ પણ વીજળી પડવાથી થયું હતું મોત
વીજળી પડવાથી ફૂટબોલરનું મોત થવાની આ પહેલી ઘટના નથી. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈન્ડોનેશિયાના પશ્ચિમ જાવાના સિલિવાંગી સ્ટેડિયમમાં ફ્રેન્ડલી ફૂટબોલ મેચ યોજાઈ હતી. ત્યારે અચાનક વીજળી પડવાથી 35 વર્ષીય સેપ્ટન રાહરાજાનું મૃત્યુ થયું હતું. ત્યારે રાહરાજા ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેનું મોત નીપજ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.