light bills save Trips : ઉનાળો, શિયાળો કે ચોમાસું દરેક સિઝનમાં કોઇક ને કોઇક રીતે ઇલેક્ટ્રિક ઉપકરણોની જરૂર પડે છે અને લાઇટ બિલમાં વધારો થઇ જ જાય છે, લાઇટ બિલ બચાવવા અપનાવો આ ટિપ્સ એન્ડ ટ્રિક્સ
લાઇટ બિલ બચાવવા અપનાવો ટિપ્સ
એલઇડી બલ્બ નિયમિત બલ્બ કરતાં ઓછી ઉર્જા વાપરે
ગરમને બદલે ઠંડાં પાણીનો ઉપયોગ કરો
light bills save Trips : દરેક વ્યક્તિ વીજળીના વધતા જતા બિલથી પરેશાન થતી હોય છે. ઉનાળો, શિયાળો કે ચોમાસું દરેક સિઝનમાં કોઇક ને કોઇક રીતે ઇલેક્ટ્રિક ઉપકરણોની જરૂર પડે છે અને લાઇટ બિલમાં વધારો થઇ જ જાય છે. કેટલીક ટિપ્સ તમને લાઇટ બિલમાં થોડી રાહત અપાવી શકશે.
સ્માર્ટ બલ્બનો ઉપયોગ કરો
જો તમે તમારા બલ્બને એલઇડી લાઇટમાં બદલ્યા નથી, તો હવે ફટાફટ તે કામ કરી લો. એલઇડી બલ્બ નિયમિત બલ્બ કરતાં ઓછામાં ઓછી 75% ઓછી ઊર્જા વાપરે છે અને 25 ગણા લાંબા સમય સુધી ચાલે છે.
ઠંડાં પાણીથી કપડાં ધોવાં
જ્યારે તમે શિયાળા કે ચોમાસામાં કોઈ પણ કામ કરવા જાઓ ત્યારે ગરમને બદલે ઠંડાં પાણીનો ઉપયોગ કરો. કારણ કે કપડાં ધોવામાં વપરાતી 90% વીજળી પાણી ગરમ કરવામાં ખર્ચાય છે.
મોશન સેન્સર ઇન્સ્ટોલ કરો
મોશન સેન્સર એ સ્થાનો માટે યોગ્ય ઉકેલ છે જ્યાં લાઇટ હંમેશાં ચાલુ રહે છે. તે આપમેળે લાઇટ ચાલુ અને બંધ કરે છે. જેથી તમને જરૂર હોય ત્યારે જ પ્રકાશ મળે. મોશન સેન્સરનો ઉપયોગ કરવાથી તમે સારી એવી રકમ બચાવી શકો છો.
બારીઓ, દરવાજા અને ઉપકરણો પર સીલ તપાસો
તમારા વીજળીનાં બિલમાં નાણાં બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમારી બારીઓ, દરવાજા અને તમારા ફ્રીજ અને ફ્રીઝર જેવાં અન્ય ઉપકરણો પર સીલ તપાસો. ખરાબ સીલ ઊર્જાને બહાર નીકળવા દે છે અને આ પ્રક્રિયામાં તમારાં ખિસ્સાં પર અસર પડી શકે છે અને પરિણામે વીજળીનું બિલ વધુ આવે છે.