બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દિવસભર ACની હવા ખાનાર સાવધાન! થઈ જશો મોટાપાનો શિકાર
Last Updated: 02:06 PM, 26 April 2025
કઠોર ગરમીથી છુટકારો મેળવવા માટે ઘરોમાં એસી ચલાવવું એ આજે સામાન્ય બની ગયું છે. પરંતુ શું તમને ખબર છે કે સતત એસીમાં બેસીને તમે તમારા આરોગ્યને પણ બગાડી રહ્યા છો? એસીનું તાપમાન માત્ર તમારા હાડકાં અને ફેફસાં માટે જ નુકસાનકારક નથી, પરંતુ એસીના કારણે આપનું શરીર આળસુ બની જાય છે અને વજન વધવાની ગતિ બમણી થાય છે.
ADVERTISEMENT
એસીથી થતાં નુકસાન
ADVERTISEMENT
એરકન્ડીશન વાળુ વાતાવરણમાં સતત 4-5 કલાક બેસવું તમારા ફિઝિકલ એક્ટિવિટીને લગભગ ખતમ કરી નાખે છે. હકીકતમાં, એસીના કારણે બધા લોકો એક જ રૂમમાં બેસી રહે છે. જેના કારણે વજન વધવાનો ખતરો વધી જાય છે.
એરકન્ડીશન ના કારણે રૂમનું તાપમાન ઠંડુ અને આરામદાયક બની જાય છે. અને જ્યારે માણસ આરામ કરવા માટે બેસે છે ત્યારે તે પેટ ભરેલું હોવા છતાં પણ નાસ્તા જેવી વસ્તુઓ ખાવાની ઇચ્છા અનુભવે છે. પરિણામે વજન વધે છે.
કેટલીક સ્ટડી અનુસાર, લાંબા સમય સુધી ઠંડા તાપમાનમાં રહેવું, ભલે એ એસીનું તાપમાન હોય, શરીરના મેટાબોલિઝમને ધીમું કરી નાખે છે. જેના કારણે વજન ઝડપથી વધવા લાગે છે.
જ્યારે શરીર એસીના તાપમાને લાંબા સમય સુધી રહે છે ત્યારે એક આરામદાયક તાપમાન વિકસિત થાય છે. જેના કારણે શરીર પોતાનું આંતરિક તાપમાન જાળવવા માટેની પ્રક્રિયાને પણ ધીમી કરી દે છે. જેના કારણે કેલરી ઓછી ખર્ચ થાય છે. આવા સમયમાં જો તમે વધુ ખાવા લાગો છો તો તમારું વજન વધે છે.
વધુ વાંચો: નથી કરી શકતા હેવી વર્કઆઉટ, તો દરરોજ કરો વૉક, સ્વાસ્થ્ય માટે છે ખુબજ ફાયદાકારક
એસીના કારણે સીધું વજન ન વધે પણ એસીના કારણે બદલાયેલી જીવનશૈલીના કારણે વજન વધે છે. તેથી સંતુલિત આહાર સાથે એસીના ઉપયોગને ઘટાડવું ખૂબ જ જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.