બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / મહિલાઓમાં થતાં સૌથી સામાન્ય કેન્સર કયાં છે?, જાણો નામ
Last Updated: 10:13 AM, 15 March 2025
સ્તન કેન્સર
ADVERTISEMENT
આ સ્ત્રીઓમાં થતું સૌથી સામાન્ય કેન્સર છે, જે કોઈ પણ ઉંમરે થઈ શકે છે. ઉંમર વધતાં તેનું જોખમ વધતું જાય છે. જો પરિવારના કોઈ સભ્યને આ બીમારી રહી હોય, તો તેનું જોખમ વધે છે. તેથી જ નિયમિત તબીબી તપાસ કરાવી લેવી જરૂરી છે.
સર્વાઇકલ કેન્સર
ADVERTISEMENT
આ કેન્સર હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) ના કારણે થાય છે. તેનાથી બચવા માટે HPV વૅક્સિન લેવી જરૂરી છે. સાથે જ 20 થી 21 વર્ષની ઉંમર પછી નિયમિત પૅપ સ્મિયર ટેસ્ટ (Pap Smear Test) કરાવવો જોઈએ, જેથી આ બીમારીની શરૂઆતમાં જ ઓળખ થઈ શકે.
ઓવરી કેન્સર
આ કૅન્સર સામાન્ય રીતે વયસ્ક મહિલાઓમાં જોવા મળે છે. જે મહિલાઓ માતા નથી બની શકતી અથવા જેમને પ્રજનન સમસ્યા છે, તેમને આ બીમારી થવાનું જોખમ વધુ હોય છે. 30 વર્ષની ઉંમર બાદ માતા બનેલી મહિલાઓ માટે પણ આ જોખમ વધુ રહે છે.
ગર્ભાશય કેન્સર
તેને યૂટરાઇન કેન્સર પણ કહે છે. સામાન્ય રીતે 55 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓમાં જોવા મળે છે. અનિયમિત રક્તસ્રાવ, માસિક ધર્મ વગર રક્તસ્રાવ થવો, વગેરે આના મુખ્ય લક્ષણો છે. જે મહિલાઓ પીસીઓએસ (PCOS) થી પીડિત રહી હોય, તેમને આ બીમારી થવાનો ખતરો વધુ રહે છે.
કોલન કેન્સર
કોલન કેન્સરના મોટા ભાગના કેસ 50 વર્ષની ઉંમર પછી જોવા મળે છે. જો તમારા પરિવારના કોઈ સભ્યને આ બીમારી રહી હોય, તો તમને આ થઈ શકવાનું જોખમ પણ વધે છે. વધારે વજન, વધુ ચરબીયુક્ત ખોરાક, વ્યાયામની અછત અને ધૂમ્રપાન કરવાથી કોલન કેન્સર થવાની શક્યતા વધી જાય છે.
વધુ વાંચો: અનેક બીમારીઓનો કાળ છે 1 વાટકી દહીં!, દહીં ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે, જાણો
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.