આ દેશોમાં ફર્સ્ટ ડેટ પર ફૉલો કરવા પડે છે આ રૂલ્સ

By : juhiparikh 04:56 PM, 14 March 2018 | Updated : 03:14 PM, 19 April 2018
જ્યારે તમે પહેલીવાર કોઈને ડેટ પર લઈને જાઓ છો ત્યારે નિયમો પાળવા અઘરા બની જાય છે, કારણકે તમારું ધ્યાન ફક્ત તમારા પ્રિયપાત્રમાં જ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના જુદા-જુદા દેશોમાં ડેટિંગના અલગ-અલગ નિયમો છે. અને જો તમે આ દેશોમાં જઈને કોઈને પ્રેમ કરો અને ત્યાં ડેટ પર જાઓ તો આ નિયમોનું પાલન અચૂક કરવું પડશે.

ફ્રાંસમાં ગાલ પર કરે છે કિસ:જો તમે ફ્રાંસમાં કોઈની સાથે ફર્સ્ટ ડેટ પર જાઓ છો, તો તમે એકબીજાના ગાલ પર બે વાર કિસ કરી શકો છો. અને સૌપ્રથમ કિસ ડાબા ગાલ પર કરવાની હોય છે. જો કે, ડેટ પર પોતાના એક્સ પાર્ટનરને લઈ જવાની મનાઈ હોય છે. અહીં ડેટ દરમિયાન જે પણ ખર્ચ થાય તે બંને પાર્ટનરે અડધો-અડધો આપવો પડે છે.

સ્પેનમાં હેલોથી થાય છે શરૂઆત: 

સ્પેનમાં ફર્સ્ટ ડેટની શરૂઆત હેલોથી કહી અને ગાલ પર કિસ કરીને થાય છે. ફ્રાંસની જેમ સ્પેનમાં પણ ડેટ પર એક્સ પાર્ટનરને નથી લઇ જઇ શકાતા. સાથે જ ફર્સ્ટ ડેટ પર પૈસા, પોલિટિક્સ અને ધર્મની વાતો કરવા પર પણ પ્રતિબંધ છે. ફ્રાંસની જેમ સ્પેનમાં પણ ખર્ચને અડધો-અડધો વહેંચવાનો હોય છે, પણ જો મેલ પાર્ટનર ઈચ્છે તો તે પૂરો ખર્ચો આપી શકે છે.

ઈટલીમાં ફર્સ્ટ ડેટ પર પી શકો છો દારૂ : 

ઈટલીમાં પ્રથમ ડેટ પર સંવાદ કરવાનું તેમજ એકબીજાના સ્વાસ્થ્ય વિશે પૂછવાનું સૌથી સારું માનવામાં આવે છે. ઉપરાંત તમારા એક્સ, પૈસા અને પોલિટિક્સ પર વાતો કરવાની પણ છૂટ છે. ઈટલીમાં ફર્સ્ટ ડેટ પર તમે ઈચ્છો તેટલું ડ્રિંક કરી શકો છો. ફ્રાંસ અને સ્પેનની જેમ અહીં પણ બંને પાર્ટનર ખર્ચો અડધો-અડધો વહેંચે છે.

ઓસ્ટ્રેલિયામાં ફર્સ્ટ ડેટ પર ઓર્ડર કરાય છે બિયર:જો તમે ઓસ્ટ્રેલિયામાં કોઈની સાથે ફર્સ્ટ ડેટ પર જાઓ તો સામેવાળી વ્યક્તિના ગાલ પર કિસ કરી શકો છો, બીજું કંઈ નહીં. ઓસ્ટ્રેલિયાનું કલ્ચર આઉટડોર અને ફિટનેસ ફોકસ્ડ હોવાથી અહીં લોકો ડેટ પર કોઈ રેસ્ટોરાંમાં જવાને બદલે ક્લાઈમ્બિંગ કે હાઈકિંગ માટે જાય છે. અને જો ડેટ પર કોઈ રેસ્ટોરાંમાં ગયા તો પુરુષો વાઈનના બદલે બિયર ઓર્ડર કરે છે.

જર્મનીમાં ગળે લગાવીને થાય છે શરૂઆત:જર્મનીમાં એકબીજાને ગળે લગાવી અને હેલો કહીને ફર્સ્ટ ડેટની શરૂઆત કરાય છે. અહીં ડેટ પર ધર્મ કે અંગત સમસ્યાઓ અંગે વાત નથી કરી શકાતી. અહીં ડ્રિંક કરવા પર કોઈ રોક નથી, તમે ઈચ્છો તેટલું પી શકો છો.

સ્વીડનમાં ઓર્ડર કરવામાં આવે છે વાઇન:

જર્મનીની જેમ સ્વીડનમાં એકબીજાને ગળે લગાવવામાં આવે છે. અહીં ફર્સ્ટ ડેટ પર વાઈન ઓર્ડર કરવામાં આવે છે. પોતાના એક્સ અંગે તમે વાત નથી કરી શકતા. અહીં ફર્સ્ટ ડેટ પર રેસ્ટોરાંમાં જવાના બદલે સામેવાળાને કોફી કે ડ્રિંક માટે આમંત્રણ આપવામાં આવે છે. અહીં પણ બંને પાર્ટનર બિલ વહેંચી લે છે.

રશિયામાં નથી કરી શકતા કિસ:

રશિયામાં જે વ્યક્તિએ ડેટ માટે પહેલ કરી હોય તે જ વ્યક્તિ અભિવાદન માટે આગળ આવે છે. અહીં સામાન્ય રીતે ફર્સ્ટ ડેટ પર કિસ નથી કરી શકાતી, પણ જો ડેટની પહેલ કોઈ મહિલાએ કરી હોય અને તે પોતાનો હાથ આપે તો પુરુષ તેના હાથ પર કિસ કરી શકે છે. અહીં ડેટ પર જવાની પહેલ જેણે કરી હોય તે જ બિલ ભરે છે. સાથે જ ડેટ પર જવાની પહેલ કરનાર વ્યક્તિએ સામેવાળી વ્યક્તિને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની હોય છે.Recent Story

Popular Story