આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન્સ ડે છે. વેસ્ટર્ન કલ્ચરમાં મનાવાતો આ દિવસ હવે આપણા દેશમાં પણ ઉજવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આજના દિવસે કોઇને પોતાનો પ્રેમ મળી જાય છે તો કેટલાક લોકો સિંગલ રહી જાય છે. જો આ વેલેન્ટાઇન્સ ડે પણ તમે પણ સિંગલ રહી જાઓ તો નિરાશ થવાની કે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સિંગલ રહેવા પણ ઘણા ફાયદાઓ છે જાણો તેના વિશે...
- જો સિંગલ હશો તો પરફેક્ટ ડેટ પ્લાન કરવાની કોઇ ઝંઝટ નહી રહે તમે તમારી મરજીથી તમારા પોતાના માટે એક રોમેન્ટિક ડેટ પ્લાન કરી શકો છો અને પોતાને મનગમતી ગિફ્ટ આપી શકો છો. સિંગલ રહેવાની સારી વાત એ છે કે તમે ઇચ્છો તે રીતે તૈયાર થઇને ફરી શકો છો અને ટેન્શન પણ નહી રહે કે તમારા પાર્ટનરને તે લૂક પસંદ આવશે કે નહીં.
- જ્યારે કોઇ રિલેશનમાં હોઇએ ત્યારે પાર્ટનર એકબીજા પાસેની કોઇ ગિફ્ટ ક કે વસ્તુની આશા રાખે છે. જેમ કે ક્યાં ફરવા જવુ? શું ગિફ્ટ મળશે? પરંતુ જો તમે સિંગલ હશો તો આ પ્રકારની ઝંઝટ નહી રહે. પાર્ટનર નહીં હોય તો કોઇ આશા નહી રહે અને કોઇ ડિમાન્ડ પણ નહી રહે.
- સિંગલ રહેવાનો સૌથી મોટો ફાયદો છે કે તમારા પૈસા બચી જશે. જેને તમારા માટે જ વાપરી શકશો એટલે કે તમે જ્યારે ઇચ્છો ત્યારે તમારા પૈસાને તમારા પોતાના માટે ખર્ચ કરી શકો છો.
- સિંગલ રહેવાનો એક ફાયદો છે કે તમે ઇચ્છો તે રીતે વેલેન્ટાઇન્સ ડે મનાવી શકો છો. તમે સ્પા માટે જઇ શકો છો મૂવી માટે જઇ શકો છો બૂક વાંચી શકો છો કે આંખો દિવસ આરામ કરી શકો છો અથવા તો ફ્રેન્ડ્સની સાથે બહાર જઇ શકો છો..
- વેલેન્ટાઇન્સ ડે ઉજવવા માટે રિલેશનશિપમાં હોવુ જરૂરી નથી. તમે સિંગલ છો તો શું થયું. તમે તમારા તે ફ્રેન્ડ્સ સાથે આ ડે મનાવી શકો છો જે લોકો પણ સિંગલ છે.