બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારું PANCARD બનશે સંકટમોચક, આ રીતે મળશે રૂ. 5 લાખ સુધીની લોન, બસ આટલું ધ્યાન રાખજો

કામની વાત / તમારું PANCARD બનશે સંકટમોચક, આ રીતે મળશે રૂ. 5 લાખ સુધીની લોન, બસ આટલું ધ્યાન રાખજો

Last Updated: 11:45 AM, 12 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાન કાર્ડ માત્ર ઓળખપત્ર નહીં, પરંતુ આર્થિક સહાયનું સશક્ત સાધન બની ગયું છે. જાણો કેવી રીતે પાન કાર્ડના આધારે તમે સરળતાથી 5 લાખ રૂપિયાની લોન મેળવી શકો છો.

શું તમને ખબર છે કે પાન કાર્ડથી તમે 5 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો? આજના સમયમાં પાન કાર્ડ માત્ર ઓળખપત્ર જ નહીં પણ નાણાંકીય વ્યવહારો માટે વિશ્વાસપાત્ર દસ્તાવેજ બની ગયો છે. પરંતુ જો તમે પાન કાર્ડથી લોન લેવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારું પાન અને આધાર કાર્ડ એકબીજા સાથે લિંક થયેલું હોવું જરૂરી છે.

જો બંને લિંક ન હોય તો લોનની પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. આવો જાણીએ કે આ લોન માટે કયા-કયા દસ્તાવેજોની જરૂર પડે છે અને તે માટે કેવી રીતે અરજી કરવી જોઈએ?

લોન માટે જરૂરી દસ્તાવેજો

લોન માટે ઓળખપત્ર તરીકે આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ અથવા મતદાર ઓળખપત્રની નકલ જરૂરી રહેશે. આ સાથે છેલ્લા ત્રણ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ અને છેલ્લા બે મહિનાની પગાર સ્લીપ અથવા પગાર પ્રમાણપત્ર હોવું જોઈએ. તમે આ લોન માટે ઓનલાઈન અરજી કરી શકો છો.

તમારે લોન માટે ફોર્મમાં બેઝિક માહિતી ભરવી પડશે અને e-KYC પ્રક્રિયા પાન કાર્ડ મારફતે પૂર્ણ કરવી પડશે. આ રીતે તમે લોન મેળવી શકો છો, જેને તમે જરૂરી પરિસ્થિતિમાં ઉપયોગમાં લઈ શકો છો. લોન ભરી આપવા માટે EMIની સગવડ મળે છે. લોન ભરવાની અવધિ 6 મહિનાથી લઇને 96 મહિના સુધીની હોઈ શકે છે.

લોન માટે અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ એવી બેંક અથવા નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) પસંદ કરો કે જે પાન કાર્ડના આધારે પર્સનલ લોન આપે.
  • ત્યારબાદ તેનો વ્યાજ દર, લોનની રકમ અને શરતો વાંચો.
  • પછી બેંકની વેબસાઇટ પર જઈને "Apply Now" બટન પર ક્લિક કરો.
  • તમારો મોબાઈલ નંબર અને OTP નાખો. ત્યારબાદ અરજી ફોર્મમાં પાન નંબર, જન્મ તારીખ અને પિનકોડ લખો.
  • હવે "Proceed" પર ક્લિક કરો અને લોનની રકમ તથા પ્રકાર પસંદ કરો.
  • પછી લોનની અવધિ પસંદ કરો અને KYC વિગતો ભર્યા બાદ ફોર્મ સબમિટ કરો.

શું ધ્યાનમાં રાખવું જોઈએ?

  • PAN અને Aadhaar લિંક હોવું જોઈએ.
  • EMI ચૂકવવા માટે સ્થિર આવક હોવી જોઈએ.
  • કોઈ પણ એપ્લિકેશનમાં ડિટેઇલ્સ આપતા પહેલા Terms & Conditions વાંચવી જરૂરી છે.
  • લોન ભરપાઈની ક્ષમતા પ્રમાણે જ લોન લેવી.
  • તમારું CIBIL સ્કોર સુધારવા માટે સમયસર હપ્તા ભરો.

વધુ વાંચો: તમારા આધાર કાર્ડનો દુરુપયોગ નથી થઈ રહ્યો ને? આ રીતે બે મિનિટમાં જ કરો ચેક

પાન કાર્ડ લોન માટે અરજી કરવા માટે તમે ભારતના નાગરિક હોવા જોઈએ અને તમારી ઉમર 21 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

Vtv App Promotion 1

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Benefits of PAN card loan PAN card
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ