બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PAN અને આધારને આ રીતે કરી શકો સુરક્ષિત, નહીં થાય તેનો દુરુપયોગ
Last Updated: 08:00 AM, 24 April 2025
ભારતમાં રહેતા નાગરિકો માટે ઘણા દસ્તાવેજો મહત્વપૂર્ણ હોય છે. આવા દસ્તાવેજો અનેક કામમાં ઉપયોગી પડે છે. પાન કાર્ડ અને આધાર કાર્ડ એ મહત્વના દસ્તાવેજો છે. સ્કૂલ -કોલેજમાં એડમિશનથી લઈને સરકારની યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી બને છે.
ADVERTISEMENT
અનેક બેંકિંગ અને ઇન્કમ ટેક્સ સંબંધિત કામ માટે પાન કાર્ડ જરૂરી પડે છે. પણ આજે આ દસ્તાવેજોનો ખોટો ઉપયોગ પણ થતો રહે છે. તો ચાલો જાણીએ કે પાન અને આધાર કાર્ડને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય અને ખોટો ઉપયોગ કેવી રીતે અટકાવી શકાય.
હંમેશાં ધ્યાનમાં રાખવાની બાબત
ADVERTISEMENT
ઘણા કામ એવા હોય છે જ્યાં પાન કાર્ડ અથવા આધાર કાર્ડની ફોટોકૉપી આપીવી પડે છે. કામ પૂરું કરવા માટે ફોટોકૉપી આપવી જરૂરી બની જાય છે. પરંતુ લોકો એક મોટી ભૂલ કરી બેસે છે, જેને લઈને આપણાં ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ થવાનું જોખમ રહે છે.
ફોટોકૉપી પર કામનું નામ લખો
તમારા પાન કે આધારની ફોટોકૉપી કોઈ બીજું કામ કરવા માટે પણ વાપરી શકાય છે. ભલે તમે ફોટોકૉપી કોઈ ખાસ કામ માટે આપી હોય. તેથી જ્યારે પણ તમે ફોટોકૉપી આપો ત્યારે એ ફોટોકૉપી પર કામનું નામ લખો. જેમ કે જો તમે સિમ કાર્ડ લેવા માટે ફોટોકૉપી આપી રહ્યા છો તો ફોટોકૉપી પર લખી દો – "Only for Sim Card". આવું કરવાથી ખોટો ઉપયોગ અટકી શકે છે.
આધાર કાર્ડ લોક કરો
આધાર કાર્ડ ઘણા બધા કામમાં જરૂરી બની ગયું છે અને ઘણીવાર તેની ફોટોકૉપી પણ જરૂરી બને છે. આવું થાય ત્યારે તમારું આધાર કાર્ડ લોક કરી દો. આ રીતે કોઈ પણ વ્યક્તિ તમારું આધાર તમારા ઓટીપી વિના વાપરી શકશે નહીં. ઉપરાંત, આધાર નંબર આપવાની જગ્યાએ 16 અંકની Virtual ID આપો. જેથી તમારો આધાર નંબર રિવીલ નહીં થાય.
પાન કાર્ડના ઉપયોગ પર નજર રાખો
પાન કાર્ડ માટે તમે તપાસી શકો કે તમારા મરજી વિના એ ક્યાંક વપરાઈ રહ્યું છે કે નહીં. માટે તમે CIBIL.com જેવી ક્રેડિટ બ્યુરો વેબસાઇટ પર જઈને વિગત તપાસી શકો. તમારું પાન કાર્ડ ક્યાં વપરાયું છે અને જો તમને લાગે કે તે કોઈ ખોટો ઉપયોગમાં લેવાયું છે તો તમે તેની ફરિયાદ પણ કરી શકો છો.
વધુ વાંચો: સરકારની સીનિયર સિટિઝન માટે ખાસ બચત યોજના, ટેક્સ સેવિંગની સાથે વધારે વ્યાજનો લાભ
ખોટા કોલ્સ અને લિંક્સથી બચો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.