બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે EPF એકાઉન્ટ ટ્રાન્સફર કરવું થયું સરળ, જોબ ચેન્જ કરતી વખતે નહીં કરવો પડે આ સમસ્યાનો સામનો
Last Updated: 11:48 AM, 26 April 2025
શુક્રવારે EPFO એ ફોર્મ 13 માં બદલાવ કર્યો છે અને સાથે સાથે EPF એકાઉન્ટ ટ્રાન્સફર કરાવવા માટે નોકરીદાતાની મંજૂરીની શરત પણ હટાવી છે. ખાનગી ક્ષેત્રમાં લોકો જ્યારે એક નોકરીમાંથી બીજી નોકરીમાં જાય છે ત્યારે તેમને પોતાનું EPF એકાઉન્ટ ટ્રાન્સફર કરાવવું પડે છે.
ADVERTISEMENT
હવે EPFOના આ પગલાથી 1.25 કરોડથી વધુ ગ્રાહકોને ફાયદો થશે. તેમના માટે હવે નોકરી બદલ્યા બાદ EPFO એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા વધુ સરળ બની ગઈ છે.
ADVERTISEMENT
હવે નહીં પડે ડેસ્ટિનેશન ઓફિસની મંજૂરીની જરૂર
અત્યાર સુધી PF એકાઉન્ટનો ટ્રાન્સફર સોર્સ ઓફિસ અને ડેસ્ટિનેશન ઓફિસ બંનેના સહયોગથી થતો હતો. પણ હવે નવા નિયમ મુજબ, EPFO એકાઉન્ટ ટ્રાન્સફરમાં ડેસ્ટિનેશન ઓફિસની મંજૂરીની જરૂર નહીં રહે, ફક્ત સોર્સ ઓફિસની મંજૂરીથી જ કામ ચાલી જશે. EPFOએ એક નિવેદનમાં કહ્યું છે કે, “અકાઉન્ટ ટ્રાન્સફર પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે EPFOએ નવી રીતે તૈયાર કરેલું ફોર્મ 13 સોફ્ટવેર લોન્ચ કર્યું છે.”
દર વર્ષે 90,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર થશે
EPFOએ જણાવ્યું છે કે, આ નવા નિર્ણય સાથે એકવાર સોર્સ ઓફિસથી ક્લેમ મંજૂર થતાં જ એકાઉન્ટ આપોઆપ ડેસ્ટિનેશન ઓફિસમાં સભ્યના વર્તમાન એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. EPFOનું કહેવું છે કે, આથી 1.25 કરોડથી વધુ સભ્યોને લાભ મળશે અને દર વર્ષે અંદાજે 90,000 કરોડ રૂપિયાનું ટ્રાન્સફર શક્ય બનશે. એકાઉન્ટ ટ્રાન્સફર પ્રક્રિયામાં ઝડપ આવશે.
બલ્કમાં UAN જનરેટ કરી શકશે કંપનીઓ
સાથે જ EPFO એ UAN જનરેટ કરવા માટે આધાર સંબંધિત આવશ્યકતાઓમાં છૂટછાટ આપી છે. હવે નોકરીદાતાઓ પોતાની ID અને રેકોર્ડ પર ઉપલબ્ધ માહિતીના આધારે બલ્કમાં આધાર આધારિત UAN જનરેટ કરી શકશે જેથી સભ્યના એકાઉન્ટમાં ફંડ ઝડપથી જમા થઈ શકે.
વધુ વાંચો: સિનિયર સિટીઝન ખાસ વાંચે, આ યોજનામાં કરો રોકાણ, 60,000થી વધુનું પેન્શન મળી શકે
EPFO તેની સેવાઓ સતત સુધારવા માટે પ્રયત્નશીલ છે જેથી તેના ગ્રાહકો અને કર્મચારીઓ બંનેને વધુ સારી સુવિધાઓ મળી રહે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.