બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જૂનો મોબાઇલ બંધ થઇ ગયો? તો આ રીતે આધાર સાથે લિંક કરો ન્યૂ નંબર

તમારા કામનું / જૂનો મોબાઇલ બંધ થઇ ગયો? તો આ રીતે આધાર સાથે લિંક કરો ન્યૂ નંબર

Last Updated: 11:00 AM, 19 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા આધાર સાથે લિંક થયેલો મોબાઇલ નંબર બંધ થઈ ગયો છે, તો તમે નવો મોબાઇલ નંબર અપડેટ કરાવી શકો છો. ચાલો જાણીએ વિસ્તૃત માહિતી.

આજના સમયમાં આધાર કાર્ડ અન્ય તમામ દસ્તાવેજોની તુલનામાં વધુ મહત્વનું બની ગયું છે. કારણ કે, ઓળખ આપવાની જરૂર હોય કે પછી સરકારી અને ખાનગી કામકાજ માટે તેની જરૂરિયાત પડે છે. જો તમારી પાસે આધાર કાર્ડ ન હોય, તો તમારા ઘણા કામ અટકી શકે છે.

એટલું જ નહીં, અનેક કામો માટે આધાર સાથે જોડાયેલ મોબાઇલ પર આવેલા OTP ની જરૂર પડે છે. જો આધાર સાથે લિંક થયેલો મોબાઇલ નંબર બંધ થઈ ગયો હોય, તો OTP વિના તમારા કામ અટકી શકે છે. તેથી, જો તમે ઈચ્છો તો તમારો નવો મોબાઇલ નંબર તમારા આધાર સાથે લિંક કરાવી શકો છો. તો ચાલો જાણીએ કે કેવી રીતે આધાર કાર્ડ સાથે નવો મોબાઇલ નંબર લિંક કરવો?

aadhar card

આધાર સાથે નવો મોબાઇલ નંબર લિંક કરાવવાની પ્રક્રિયા

સ્ટેપ 1.

  • તમારે સૌપ્રથમ તમારા નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવાનું રહેશે.
  • ત્યાં જઈને તમારે પહેલાં એપોઇન્ટમેન્ટ લેવી પડશે. જેથી તમને કોઈ મુશ્કેલી ન થાય.
  • ત્યારબાદ, નિર્ધારિત દિવસે આધાર સેવા કેન્દ્ર પર જાઓ.

સ્ટેપ 2.

  • આધાર સેવા કેન્દ્ર પર જતાં જ તમારે સુધારણા ફોર્મ મેળવવું પડશે અને તેને ભરવું પડશે.
  • આ ફોર્મમાં તમારું નામ, આધાર નંબર અને અન્ય જરૂરી માહિતી ભરી દેવી.
  • ખાસ ધ્યાન રાખો કે આ ફોર્મમાં તમારો નવો મોબાઇલ નંબર જરૂરથી ઉલ્લેખો, એટલે કે જે નંબર તમે અપડેટ કરાવવા ઈચ્છો છો.

સ્ટેપ 3.

  • ત્યારબાદ તમારે તમારો વારો આવે ત્યાં સુધી રાહ જોવી પડશે.
  • જ્યારે અધિકારી તમને બોલાવશે, ત્યારે તમારે ભરેલું ફોર્મ તેઓને આપવું.
  • અહીં તમારો ફોટોગ્રાફ લેવામાં આવશે.
  • ત્યારબાદ તમારાં ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે અને બાયોમેટ્રિક ચકાસણી કરવામાં આવશે.

સ્ટેપ 4.

  • જો બધું જ બરાબર હોય, તો તમારો નવો મોબાઇલ નંબર સિસ્ટમમાં અપડેટ કરી દેવામાં આવશે.
  • ત્યારબાદ તમને એક સ્લિપ આપવામાં આવશે, જેમાં તમારો રિકવેસ્ટ નંબર હશે.
  • આ નંબર દ્વારા તમે તપાસી શકો છો કે તમારો મોબાઇલ નંબર આધાર સાથે લિંક થયો છે કે નહીં.
  • થોડા દિવસોમાં તમારો નવો મોબાઇલ નંબર આધાર સાથે લિંક થઈ જશે.

વધુ વાંચો: આધાર કાર્ડ ખોવાઈ જાય તો ચિંતા ન કરો! દુરુપયોગ થતા પહેલા જ કરો લોક, જાણો સરળ પ્રોસેસ

આ રીતે તમે તમારો નવો મોબાઇલ નંબર સરળતાથી આધાર સાથે જોડાવી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aadhar card edit update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ