બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / લગ્ન માટે જ્વેલરી ખરીદવા જઇ રહ્યાં છો? તો આટલી બાબતો ખાસ ધ્યાને લેજો
Last Updated: 03:49 PM, 10 April 2025
લગ્નએ દરેક છોકરી માટે સૌથી ખાસ દિવસ છે. કન્યા હોય કે વરરાજા બંને પોતાના વેડિંગ ડ્રેસ સાથે મેચિંગ જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે. આજે માર્કેટમાં એથનિકથી લઈને એન્ટિક એકથી એક યુનિક અને સ્ટાઇલિશ ઘરેણાં મળે છે કે તમે કસ્ટમાઈઝ પણ કરવી શકો છો. ત્યારે ઘરેણાં એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ પણ છે આથી તેની ખરીદી સમજી વિચારીને કરવી જોઈએ.ઘણી વખત ડિઝાઇન, ટ્રેન્ડ અને વિકલ્પો હોવા છતાં આપણે સમજી શકતા નથી કે દુલ્હનના વેડિંગ ડ્રેસને મેચિંગમાં કયા ઘરેણાં ખરીદવા જોઈએ. આજે અમે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ લાવ્યા છીએ જેને ધ્યાનમાં રાખીને તમે સમજદારીપૂર્વક ઘરેણાં ખરીદી શકો છો.
ADVERTISEMENT
મોર્ડન અને ટ્રેડિશનલનું બેલેન્સ રાખો
ઘણીવાર લગ્ન માટે ભારે ટ્રેડિશનલ ઘરેણાં ખરીદે છે જે પછીથી ભાગ્યે જ પહેરવામાં આવે છે. એવા ઘરેણાં ખરીદો જે લગ્ન પછી પણ ફંક્શન, તહેવારો અને પાર્ટીઓમાં પહેરી શકાય. હળવા વજનના અલગ કરી શકાય તેવા ઘરેણાં એક સ્માર્ટ વિકલ્પ હોઈ શકે છે જેને તમે અલગ અલગ રીતે પહેરી શકો છો.
ADVERTISEMENT
બજેટનું ધ્યાન રાખો
લગ્ન દરમિયાન ઘણા ખર્ચા થાય છે. તેથી ઘરેણાં માટે અગાઉથી એક નિશ્ચિત બજેટ નક્કી કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી તમે વધુ પડતો ખર્ચ ટાળી શકશો અને તમારા અન્ય ખર્ચાઓ સરળતાથી મેનેજ કરી શકશો. ઉપરાંત તમારા બજેટ અનુસાર તમે સોના, હીરા અથવા કુંદન ઝવેરાતમાંથી સ્માર્ટ પસંદગી કરી શકો છો.
નેકલાઇનનું ધ્યાન રાખો
તમારા લગ્ન માટે ઘરેણાં પસંદ કરતી વખતે તમારા લહેંગા કે સાડીની નેકલાઇન વિશે વિચારો. જો બ્લાઉઝમાં ચોરસ નેકલાઇન હોય તો પરફેક્ટ દેખાવા માટે ચોકર પહેરો અથવા જો તે ડીપ વી નેક હોય તો તમે તમારી નેકલાઇન પર ભાર મૂકવા માટે લેયર્ડ નેકલેસ પસંદ કરી શકો છો.
વધુ વાંચો: ભર ઉનાળે ઠંડુ પાણી પીનારા ચેતી જજો! બની શકો છો આ ગંભીર બીમારીના ભોગ, જાણો નુકસાન
ટ્રેન્ડની જાણકારી મહત્ત્વપૂર્ણ
હાલમાં વિન્ટેજ અને હેરિટેજ જ્વેલરી ટ્રેન્ડમાં છે. તો તમારા લહેંગા કે સાડી માટે હેરિટેજ જ્વેલરી પસંદ કરો. આ સિવાય તમારી પસંદ પર વિશ્વાસ રાખો. તેથી લગ્ન પહેલાં તમારે તમારા વેડિંગ આઉટફિટ મુજબ ઘરેણાં પસંદ કરવા જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.