કહેવાય છે છે હીચકી ત્યારે આવે છે જ્યારે તમને કોઇ દિલથી યાદ કરતું હોય પરંતુ એવું નથી. જી હાં હીચકી અચાનકથી મોસમ બદલાવવાથી ગરમ બાદ ઠંડું ખાવાથી સિગરેટ પીવાથી અને વધારે ચિંતા કરવાથી હીચકી આવે છે. જ્યારે પણ હીચકી આવે છે આપણે થોડાક સમય માટે પરેશાન થઇ જઇએ છીએ. તો આજે અમે તમને કેટલાક સરળ ઉપાય વિશે જણાવીશુ જેનાથી થોડીક જ સેકન્ડોમાં હીચકી બંધ થઇ જાય.
એવું માનવામાં આવે છે કે હીચકી આવવા પર તરત ઠંડું પાણી પીવામાં આને તો એ રોકાઇ જાય છે. કેટલાક લોકોનું કહેવું છે કે પાણી પીતી વખતે તમારે તમારું નાક પણ બંધ કરી દેવું જોઇએ.
હીચકી રોકવા માટે મધ પણ ફાયદાકારક છે. હીચકી આવવાથી એક ચમચી મધ ખાવવું ફાયદાકારક છે અચાનકથી શરીરને મળતા મધની મીઠાશ નર્વ્સને સંતુલિત કરે છે.
જાણકારોનું માનીએ તો હિચકી આવે તો તમારા શ્વાસને થોડીક સેકન્ડો માટે રોકી લેવો જોઇએ. આ ખૂબ જ જૂનો નુસ્ખો છે અને એનાથી હિચકી રોકવામાં મદદ પણ મળે છે.
હિચકી આવવાથી ગરદન પર આઇસ બેગ અથવા ઠંડા પાણીમાં ભીનું કરેલું કપડું રાખવાથી પણ મદદ મળે છે.