બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / દેશના આ શહેરમાં Viએ લૉન્ચ કરી 5G સર્વિસ, જાણો કેટલાં રૂપિયાથી પ્લાન શરૂ થશે? મળશે અનલિમિટેડ ડેટા
Last Updated: 12:10 PM, 19 March 2025
Vi એ એક માઇક્રોસાઇટ લોન્ચ કરી છે, જેમાં 5G કનેક્ટિવિટી વિશેની વિશિષ્ટતાઓ અને નવા પ્રીપેડ-પોસ્ટપેડ પ્લાનની તમામ વિગતો આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે દરેક 5G પ્લાનમાં અનલિમિટેડ ડેટા આપવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
Vi એ મુંબઈમાં 5G સેવા શરૂ કરી
Viની વેબસાઇટ પર નવી 5G માઇક્રોસાઇટ પર એક સંદેશ દર્શાવવામાં આવ્યો છે કે ‘Vi 5G સાથે લાઇટનિંગ-ફાસ્ટ કનેક્ટિવિટી’ અને ‘કમ્યુનિકેશનના નવા યુગમાં તમારું સ્વાગત’. આ પેજમાં એક માર્કેટિંગ કેરોસેલ પણ છે, જે 5G કનેક્ટિવિટીના ફાયદાઓ દર્શાવે છે.
ADVERTISEMENT
વપરાશકર્તાઓ પોતાનું સર્કલ પસંદ કરીને કવરેજ ચેક કરી શકે છે. હાલમાં માત્ર મુંબઈમાં આ સેવા સક્રિય છે, જ્યારે બાકી સર્કલ્સ જેમ કે બિહાર, દિલ્હી, કર્ણાટક અને પંજાબ માટે વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે એપ્રિલ મહિનામાં ત્યાં પણ સેવા શરૂ થશે.
Viના 5G પ્રીપેડ પ્લાન
Viના 5G પ્રીપેડ પ્લાન 299 રૂપિયાથી શરૂ થાય છે, જેમાં 28 દિવસની માન્યતા સાથે દરરોજ 1GB ડેટા આપવામાં આવે છે. કંપનીએ 349 રૂપિયા અને 365 રૂપિયાના પ્લાન પણ રજૂ કર્યા છે, જેમાં તે જ માન્યતા સાથે 1.5GB અને 2GB દરરોજ ડેટા મળે છે. Viનો સૌથી મોંઘો પ્રીપેડ પ્લાન 3,599 રૂપિયાથનો છે, જેમાં 365 દિવસની માન્યતા સાથે દરરોજ 2GB ડેટા મળશે. આ બધા પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા સમાવિષ્ટ છે.
Viના 5G પોસ્ટપેડ પ્લાન
Viએ પોસ્ટપેડ વપરાશકર્તાઓ માટે ચાર નવા પ્લાન રજૂ કર્યા છે:
આ બધા પ્લાન જ્યાં કવરેજ ઉપલબ્ધ છે, ત્યાં અનલિમિટેડ 5G ડેટા પ્રદાન કરશે.
Vi ની અનલિમિટેડ 5G ડેટાની આ ઑફર ઇન્ટ્રોડક્ટરી છે અને ટૂંકા ગાળા માટે જ છે. હાલ Vi એ એકમાત્ર ટેલિકોમ ઓપરેટર છે, જે 2GBથી ઓછા ડેટાવાળા પ્રીપેડ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા આપે છે. જ્યારે, Jio અને Airtel 2GB કે તેથી વધુ ડેટાવાળા પ્લાનમાં જ અનલિમિટેડ 5G ડેટા પ્રદાન કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.