બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સ્માર્ટફોનના આ 6 AI ફીચર્સથી 60% ભારતીયો છે અજાણ, જાણી લેશો તો તમારુ કામ સરળ બનશે!

ટેક / સ્માર્ટફોનના આ 6 AI ફીચર્સથી 60% ભારતીયો છે અજાણ, જાણી લેશો તો તમારુ કામ સરળ બનશે!

Last Updated: 03:29 PM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હમણા ગૂગલે એક સર્વે કર્યો હતો. જેમાં ભારતના 18 શહેરોમાં 8000 લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી. આ સર્વેમાં રસપ્રદ વાત સામે આવી કે લગભગ 60 % ભારતીયો હજુ સુધી AIના સાચા અર્થ અને તેનો ઉપયોગ શું છે તે અંગે અજાણ છે. ચાલો જાણીએ આવા 6 એઆઇ ફીચર્સ વિશે.

આજકાલ AI એટલું આગળ વધી ગયું છે કે ઘણા કામો ઘરે બેઠાં કરી શકાય છે. ગામમાં રહેતા લોકો હજુ પણ આવા ફીચર્સ વિશે જાણતા નથી. જણાવી દઈએ કે માત્ર 31 % લોકોએ જ ક્યારેય કોઈ જનરેટિવ AI ટૂલનો ઉપયોગ કર્યો છે. ખરેખર તો ઘણા AI ફીચર્સ આપણા સ્માર્ટફોનમાં પહેલાથી જ ઉપલબ્ધ છે.

પણ લોકો એ વાતથી અજાણ છે કે તેમના ખિસ્સામાં પડેલો મોબાઈલ હવે કેટલો સ્માર્ટ બની ગયો છે. તો આવો જાણીએ આવા કેટલાક AI ફીચર્સ વિશે જે તમારા કામને સરળ બનાવી દેશે.

સર્કલ ટુ સર્ચ

  • પહેલા જ્યારે મોબાઈલ પર કોઈ વસ્તુ જોવા મળતી હતી, તો તેના માટે સ્ક્રીનશોટ લઈ તે પછી ગૂગલ પર અપલોડ કરીને શોધવું પડતું હતું .
  • હવે આ નવા ફીચરથી સ્ક્રીન પર સીધા જ તમારે શું શોધવું છે તેને આજુ બાજુ સર્કલ બનાવવો અને તરત જ તે સર્ચ થઈ જશે.
  • ખાસ કરીને ગૂગલ પિક્સલ, સેમસંગ ગેલેક્સી અને નથિંગ ફોન વાપરતા લોકો માટે એ સુવિધા છે.
  • ઉદાહરણ તરીકે, કોઈ સ્ટાઈલિશ શૂઝ જોઈને તેની વિગતો શોધવી હોય તો બસ સર્કલ બનાવો અને જવાબ મળી જશે!

મેજિક ઇરેઝર

  • ફોટા ક્લિક કરતી વખતે કોઈ અજાણી વ્યક્તિ અથવા અનિચ્છિત વસ્તુ આવી જાય, તો પહેલા ફોટો ફરીથી લેવા પડતા હતા.
  • હવે મેજિક ઇરેઝર ટૂલથી તે બધું દૂર કરી શકાય છે જાણે રીતે કે ફોટો ક્યારેય બગડ્યો જ નહોતો એવું લાગશે!
  • આ ટૂલ ફોટો એડિટિંગનું કામ બહુ ઝડપથી અને સરળતાથી કરી આપે છે.
smartphone

લાઈવ ટ્રાન્સલેટ

  • એક ભાષા બોલનારા વ્યક્તિ સાથે બીજી ભાષા બોલનારા વ્યક્તિની વાતચીત સામાન્ય રીતે મુશ્કેલ હોય છે.
  • હવે કોલ કરતી વખતે લાઈવ ટ્રાન્સલેટ ટૂલ તમારી વાતને તરત ભાષાંતર કરે છે.
  • અવાજ અને લખાણ બંનેનું અનુવાદ થાય છે.
  • હાલ અ ટૂલ 20 ભાષાઓમાં ઉપલબ્ધ છે જેમ કે અંગ્રેજી, હિન્દી, ગુજરાતી વગેરે.

એઆઈ એનેબલ્ડ રાઇટિંગ ટૂલ્સ

  • હવે નોટ્સ લખતી વખતે તમાર ખરાબ હેન્ડરાઇટિંગ પણ સુધારી શકાય છે.
  • એપલ નોટ્સ અને ગૂગલ કીપ જેવી એપ્લિકેશન્સમાં હવે એઆઇ મદદથી તમારા અવાજથી નોટ્સ તૈયાર કરી શકાય છે. ખરાબ લખાણને ચકાસી તેને સુંદર બનાવી શકાય છે.
  • મિટિંગમાં બોલેલા દરેક પોઈન્ટને અવાજથી ટેક્સ્ટમાં બદલી શકાય છે

ઓડિયો મિક્સ

  • જ્યારે તમે વીડિયો રેકોર્ડ કરો છો અને પાછળ કોઈ અવાજ આવે છે જેમ કે ટ્રાફિકનો અવાજ વગેરે, ત્યારે તમારો અવાજ સ્પષ્ટ નહીં આવે.
  • ઓડિયો મિક્સ ફીચર તમારા અવાજને આગળ લાવીને બેકગ્રાઉન્ડનો અવાજ ઓછો કરે છે.
  • ખાસ કરીને વ્લોગ બનાવનારાઓ અને ઇન્સ્ટાગ્રામ રિલ્સ બનાવવા માટે આ ફાયદાકારક છે.

ગૂગલ જેમિની

  • જેમિની એ ગૂગલનું AI આધારિત પર્સનલ અસિસ્ટન્ટ છે.
  • તમે કેમરા ખોલીને કોઈ વસ્તુ બતાવો અને પ્રશ્ન કરો જેમ કે "મારા ચશ્મા ક્યાં છે?"
  • તો જેમિની તરત ચિહ્નો અને વસ્તુઓ ઓળખીને તમારી મદદ કરશે.

વધુ વાંચો: હવે YouTube પર કમાણી કરવા માટે વ્યૂઝની નહીં રહે જરૂર, આ ચાર પદ્ધતિઓથી પણ થઈ શકે લાખોની આવક!

ભારતના ગામડાઓ અને નાનાં શહેરોમાં હજુ પણ ઘણાં લોકો એવા છે જેમને ખબર નથી કે તેમના મોબાઈલમાં આવી ટેક્નોલોજી છુપાયેલી છે.આ માટે આવનારા સમયમાં ડિજિટલ એજ્યુકેશન ખુબ જરૂરી બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI features Smartphones tech tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ