બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કાર લોન ચૂકવાઇ ગઇ? તો આ કામ ભૂલથી પણ ભૂલતા નહીં, નહીંતર હેરાન થઇ જશો!
Last Updated: 02:18 PM, 19 March 2025
ગાડીની લોન લેતાં જ તમારે કેટલાક નિયમોની જાણકારી રાખવી જોઈએ. ગાડી ખરીદ્યા પછી કેટલાક નવા નિયમો લાગુ થઈ જાય છે. જો તમે લોનની સંપૂર્ણ ચુકવણી કરી દીધી હોય, તો પણ તમારે એક મહત્વનું કામ કરવું પડે છે. એ કર્યા પછી જ તમારી ગાડી પર સંપૂર્ણ માલિકી હક આવશે. લોન ભરાય ત્યાં સુધી ગાડીની RC બુક પર HP હોય છે, એટલે કે તેમાં તમારું નામ અને બેંકનું નામ એકસાથે હોય છે.
ADVERTISEMENT
ઓનલાઇન એપ્લિકેશન સબમિટ કરવી જરૂરી
ગાડી ચલાવતી વખતે આ બાબતનો તાત્કાલિક કોઈ પ્રશ્ન ઉભો થતો નથી, પણ જ્યારે તમે ગાડી વેચવા જશો ત્યારે મુશ્કેલી આવી શકે. કારણ કે જો HP દૂર કરવામાં ન આવે, તો નવી માલિકી દાખલ કરી શકાશે નહીં. આ માટે બેંકની NOC જરૂરી છે, જે RTOમાં સબમિટ કરવી પડે છે. ઉપરાંત, ઓનલાઇન એપ્લિકેશન પણ સબમિટ કરવી જરૂરી છે.
ADVERTISEMENT
કઇ રીતે ઓનલાઇન એપ્લિકેશન સબમિટ કરવી?
ડિજીલોકર પર RC બુક
તમે ડિજીલોકર પર તમારી RC બુક સાચવી શકો છો, જેથી ફિઝિકલ RC બુક રાખવાની જરૂર ન રહે. આ પદ્ધતિ અનુકૂળ છે અને તમારી RC બુક ખોવાઈ જવાની ચિંતા પણ નહીં રહે. સાથે જ, દરેક જગ્યાએ ફિઝિકલ RC બુક લઈને જવાની પણ જરૂર નહીં રહે.
તેથી, જો તમે ગાડીની લોન સંપૂર્ણ ચૂકવી દીધી હોય, તો તરત જ આ પ્રોસેસ ફોલો કરો અને તમારી માલિકીનો હક મેળવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.