બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / રંગ પંચમીથી લઈને હનુમાન જયંતિ સુધી, ચૈત્ર મહિનામાં આવશે આ વ્રત અને તહેવાર, જુઓ યાદી

ધર્મ / રંગ પંચમીથી લઈને હનુમાન જયંતિ સુધી, ચૈત્ર મહિનામાં આવશે આ વ્રત અને તહેવાર, જુઓ યાદી

Last Updated: 03:26 PM, 15 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૈત્ર માસ હિંદુ પંચાગનો પ્રથમ મહિનો છે. હિંદુ નવા વર્ષની શરૂઆત ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથીથી થાય છે. તેથી, ચૈત્ર મહિનાને હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં અનેક તહેવારો અને વ્રત આવે છે. ચાલો જાણીએ ચૈત્ર મહિનાનાં વ્રત અને તહવારોની યાદી.

આ મહિનામાં રંગ પંચમી, નવરાત્રી અને હનુમાન જયંતી જેવા મહત્વપૂર્ણ તહેવારો આવે છે. સાથે જ, આ મહિને રાખવામાં આવતાં એકાદશી વ્રતનું પણ વિશેષ મહત્વ છે. ધાર્મિક ગ્રંથોમાં વર્ણવ્યું છે કે બ્રહ્માંડના સર્જક બ્રહ્માજીએ આ જ મહિને સૃષ્ટિની રચના કરી હતી. આ મહિને ઉપવાસ રાખવાથી અને ભગવાનનું સ્મરણ કરવાથી ભક્તોને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

ચૈત્ર મહિનો 2025

ચૈત્ર માસની શરૂઆત કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથીથી, 15 માર્ચથી થશે. આ મહિનો ચૈત્ર પૂર્ણિમાના દિવસે, 12 એપ્રિલે પૂર્ણ થશે. આ જ મહિનામાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાનો પાવન પર્વ નવરાત્રી 30 માર્ચથી શરૂ થશે.

chaitra navratri_0.jpg

ચૈત્ર મહિનામાં આવતા મુખ્ય વ્રત અને તહેવારો

  • ચૈત્ર માસ આરંભ – 15 માર્ચ 2025
  • ભ્રાતૃ દ્વિતીયા – 16 માર્ચ 2025
  • ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી – 17 માર્ચ 2025
  • રંગ પંચમી – 19 માર્ચ 2025
  • શીતળા સાતમ – 21 માર્ચ 2025
  • શીતળા અષ્ટમી, કાળાષ્ટમી – 22 માર્ચ 2025
  • પાપમોચિની એકાદશી – 25 માર્ચ 2025
  • પ્રદોષ વ્રત, માસિક શિવરાત્રી – 27 માર્ચ 2025
  • સૂર્ય ગ્રહણ, અમાસ – 29 માર્ચ 2025
  • ગુડી પડવા, ચૈત્ર નવરાત્રી આરંભ, હિંદુ નવવર્ષ આરંભ – 30 માર્ચ 2025
  • રામ નવમી – 06 એપ્રિલ 2025
  • કામદા એકાદશી – 08 એપ્રિલ 2025
  • ચૈત્ર પૂર્ણિમા, હનુમાન જયંતી – 12 એપ્રિલ 2025

વધુ વાંચો: દેશભરના 11 શનિ મંદિરોમાંનું નવમું મંદિર એટલે બોન્ટાનું શનિદેવ ધામ, ભક્તો માટે શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ

હિંદુ નવવર્ષ

ચૈત્ર મહિનાની 30 માર્ચથી હિંદુ નવા વર્ષની શરૂઆત થશે. આ જ દિવસે માતાના નવ સ્વરૂપોની પૂજા પણ કરવામાં આવે છે. આ વખતે હિંદુ નવું વર્ષ રવિવારે શરૂ થશે, એટલે કે આ વર્ષનો રાજા સૂર્ય હશે. સૂર્ય રાજા હોવાથી રાજકીય ક્ષેત્રમાં ઉથલ-પાથલ જોવા મળી શકે છે, અને ખેડૂત વર્ગ માટે પણ સમય થોડો પડકારજનક રહી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

સંકળાયેલા મુદ્દાઓ

religion Festival fast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ